ગુજરાતના પ્રસિદ્ધ ભક્તકવિઓ રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

નારાયણનું નામ જ લેતાં
     
   
< BACK

ભજનો

NEXT >

       

નારાયણનું નામ જ લેતાં વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજિયે રે ... નારાયણ

કુળને તજિયે, કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનિ સુત દારાને તજિયે જેમ તજે કંચુકી સાપ રે ... નારાયણ

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનામ રે;
ભરત શત્રુઘ્ને તજિ જનેતા, નવ તજિયા શ્રીરામ રે ... નારાયણ

ઋષિ પત્નિએ શ્રીહરિ કાજે તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઇ ના ગયું પામી પદારથ ચાર રે ... નારાયણ

વ્રજ વનિતા વિઠ્ઠલવર કાજે સર્વ તજીને ચાલી રે;
ભણે નરસૈંયો વૃંદાવનમાં મોહન સાથે મહાલી રે ... નારાયણ

- નરસિંહ મહેતા
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer