|
|
|
Bhajans
(Gujarati devotional songs)
|
|
|
 |
|
|
|
શ્રી યોગેશ્વરજીના ભજનો |
|
યોગેશ્વરજીમાં
કવિ અને ભક્તહૃદયનો ઉમદા મિલાપ થયો હતો. અદ્વૈત વેદાંતી, વિચારજ્ઞ અને
પ્રખર યોગી તરીકે પ્રસિધ્ધ યોગેશ્વરજી ઋજુ, સંવેદનશીલ અને ભક્તિભાવપૂર્ણ
નાજુક હૃદયના સ્વામી હતાં. બે દાયકાના એકાંતિક હિમાલયવાસ દરમ્યાન મા
જગદંબાની સંનિધિને ઝંખતા પાડેલા હૃદયદ્રાવક પોકારો ભજનોના રૂપે મૂર્ત થયા.
યોગેશ્વરજીના ભજનોમાં ભાગવતધર્મી વિરહાતુર ગોપીની પેઠે પોતાના પ્રેમાસ્પદને પામવાની
પ્રચંડ તરસને પ્રધાનપણે પેખી શકાય છે. એમણે ભજનો કેવળ લખવા ખાતર નથી લખ્યા.
એમના ભજનો ભાટની માફક આંખ મીંચીને કરાયેલી ખોટી ખુશામત કે કોરો કલ્પનાવિલાસ
નથી પરંતુ હૃદયની અમાપ શ્રધ્ધા અને ભક્તિની અભિનવ અભિવ્યક્તિ છે....
[ more ]
|
|
મા સર્વેશ્વરીના ભજનો |
|
પરમાત્માનો પવિત્રતમ પ્રખર પ્રેમ કાંઇ સૌ કોઇના પ્રાણમાં પ્રાકટ્ય પામે છે?
ભક્ત કવિ દયારામે ઠીક જ કહ્યું છે કે
'જે
કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે'.
જેમનાં અંતઃકરણ નિર્મળ થયા હોય, દુન્યવી આકર્ષણો ઓસર્યા હોય, જેમના વિવેક,
વૈરાગ્ય તથા શમ-દમ સુદ્રઢતા પર પહોંચ્યા હોય અને જેમને જીવનમાં પરમાત્માને
પામવાની જ કામના હોય તેવા વિરલ આત્માઓ પરમાત્માની પ્રેમભક્તિથી સંપન્ન બનીને
પરમાત્મા માટે જ શ્વાસ લેતા જણાય છે.
'અર્ઘ્ય'
અને
'અંજલિ'
જેવા ભજનસંગ્રહનાં રચયિતા મા સર્વેશ્વરી
એવાં જ વિરલ - અતિવિરલ, પરમાત્માનાં પ્રેમરંગે રંગાયેલ અને પરમાત્મામાં જ
જીવનારાં અસાધારણ આત્મા છે.... .
[ more ]
|
|
નરસિંહ મહેતા, મીરાંબાઇ તથા અન્ય
ગુજરાતી ભજનો |
|
પરમની સાથેના પ્રેમાલાપની શાબ્દિક અભિવ્યક્તિ એ જ ભજન.
શબ્દના
માળખામાં કાવ્યભાવનું આરોપણ કરી ગીત રચી શકાય પરંતુ અંતરની આર્દ્રતાનું
સીંચન થયા વિના ભજનનો જન્મ ન થઈ શકે; એ પ્રેમીઓ, ઉપાસકો કે ભક્તહૃદયને
તન્મનસ્ક અને ભક્તિરસમાં તરબોળ ન કરી શકે. મીરાં, સૂરદાસ કે નરસિંહનાં
ભજનોમાં જોવા મળતી ચોટ તેમાં રહેલી સાહિત્યની પ્રચુરતાને આભારી નહોતી પરંતુ
તેમાં છુપાયેલી પરમને પામવાની ને એકાકાર થવાની અભિપ્સાને લીધે હતી....
[ more ]
|
|
(Click on the photo for bhajans) |
|
|
|
Copyright
© Swargarohan, Danta Road, Ambaji,
North Gujarat, INDIA. All
rights reserved. |