Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

જીવનની ધન્યતા
 

 

પ્રેમનો પરમ આસ્વાદ એ જ જીવનની ધન્યતા છે. પ્રેમ પ્રકટાવો, ઈશ્વર તો એની મેળે આવશે. તે આવ્યા વિના રહી શકતો જ નથી. કમલ ખીલે એટલે ભ્રમર તો આપોઆપ આવે. તેમને કાંઈ બોલાવવા પડે નહિ.

                                                
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

                                                          

ઋષિકેશ,

તા. ૨૧ ફેબ્રુ. ૪૫

પ્રિય આત્મન્ (બાબુભાઈ)

તારો પ્રેમભર્યો પત્ર પણ મળ્યો. વાંચી આનંદ થયો જે થોડાક વિશિષ્ટ આત્માઓ આ શરીર પર પ્રેમ રાખે છે તેમાં તું પણ છે. બહુ જ થોડા વખતમાં તારો સંબંધ ખૂબ ખૂબ દૃઢ બન્યો છે. એ તારી યોગ્યતા જ બતાવે છે.

તારામાં વ્યાકુળતા વિશેષ લાગે છે. પણ એકલી વ્યાકુળતાથી ચાલશે નહીં. ધીરજ પણ જોઈએ. માણસે સાક્ષાત્કાર કે દર્શનને માટે બહુ ઉતાવળા ના થવું. પ્રેમનો પરમ આસ્વાદ એ જ જીવનની ધન્યતા છે. તે પ્રેમની વિશેષ ને વિશેષ અનુભૂતિમાં જ સંતોષ હોવો જોઈએ. પ્રેમ પ્રાપ્ત થાય તો બીજા કયા ઈશ્વરની ઈચ્છા રહે ? પ્રેમ જ પરમ ઈશ્વર છે. કદાચ કોઈની કૃપાથી દર્શન આદિ થઈ ગયું તો પણ પ્રેમ નહિ હોય તો તેવા જીવનમાં આનંદ શો ? પ્રેમ પ્રકટાવો, ઈશ્વર તો એની મેળે આવશે. તે આવ્યા વિના રહી શકતો જ નથી. કમલ ખીલે એટલે ભ્રમર તો આપોઆપ આવે. તેમને કાંઈ બોલાવવા પડે નહિ. તેવું જ ઈશ્વરનું છે. એટલે મૂળ વાત એ છે કે પ્રેમ પ્રકટાવવો, પ્રેમમય થવું. પ્રેમમાં જ મસ્ત રહેવું. આ પ્રેમ હૃદયમાં પ્રકટાવવો, તે મય થવું, ને તેને જગતના પ્રત્યેક સ્વરૂપમાં જોતાં શીખવું અને એ રીતે એકત્વનો અનુભવ કરવો એ જ સાક્ષાત્કાર છે. આ પ્રેમ પ્રકટે તો તમે ગમે તે રીતે તેનું દર્શન કરી શકો છો ને ન કરો તો પણ માત્ર આ પરમાનુભવથી જ શાંત ને કૃતકૃત્ય બની શકો છો.

આ પ્રેમ સંતમહાત્માઓના જીવનના પરિશીલનથી તેમ જ ઈશ્વર પ્રણિધાનથી હૃદયશુદ્ધિ થતાં પ્રકટે છે.

સાધકે હમેશાં ધીરજ રાખવી જોઈએ. અક્રોધ એ ખૂબ ઉંચો ગુણ છે. પણ સંસારમાં તેટલાથી ના ચાલે તો ફુંફાડો રાખવાની જરૂર છે. તેથી કાંઈ બગડી જતું નથી. જો કે ફુંફાડો પણ ના રાખવો પડે એ વધારે સારી સ્થિતિ છે.

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer