|
ઉપવાસ
દરમ્યાન આબોહવા ખૂબ અનુકૂળ રહી. જો કે આ વરસે અધિક માસ ગયો હતો, એટલે
નવરાત્રીની શરૂઆતથી ઋતુ બદલાઇ ગયેલી દેખાતી. છતાં ઠંડીને શરૂ થવાને વાર
હતી. એટલે ઉપવાસના દિવસો સારી રીતે વીતી ગયા. ઉપવાસ દરમ્યાન શારીરિક
નિર્બળતા વધે એ દેખીતું છે. પરંતુ જીવન કાંઇ તેનો જ વિચાર કરીને બેસી
રહેવા માટે નથી. શરીરને સબળ ને ભારેખમ બનાવવું ને તેમાં જ સંતોષ માનીને
બેસી રહેવું એ જ કાંઇ જીવનનું સાચું ધ્યેય નથી. શરીરને વધારે કિંમતી
બનાવનારી બીજી ઘણી વસ્તુ શરીરની અંદર રહેલી છે ને તેની ઉન્નતિ વિશે પણ
માણસે વિચારવાનું છે. ફક્ત શરીરનો વિચાર કરીને બેસી રહ્યા હોત તો ધ્રુવ
ને વિશ્વામિત્ર તથા નરસી ને તુકારામ તેમજ પાર્વતી જેવા પ્રાતઃસ્મરણીય
સ્ત્રીપુરુષો જીવનમાં પરમ કઠિન તપવ્રત કરીને ઉત્તમ આત્મબળ ને ઇશ્વરકૃપાના
ધનની પ્રાપ્તિ કેવી રીતે કરી શક્યાં હોત
?
પણ ના, જીવન ફક્ત ભોગને માટે નહિ, પણ યોગને માટે પણ છે. ત્યાગ ને
તપશ્ચર્યા પણ જીવનનું આવશ્યક અંગ છે. શરીરની શક્તિની સાથે સાથે
આત્મશક્તિની અગત્ય પણ જીવનમાં છે - કહો કે સૌથી વધારે છે.
ઉપવાસ
દરમ્યાન માતાજીને પોતાને માટે રસોઇ બનાવી લેવી પડતી. એ તેમને માટે પણ
કાંઇ ઓછી તપસ્યા ન હતી. છતાં કેટલાંક વરસથી આ બાબતમાં તે ટેવાઇ ગયેલાં
એટલે ખાસ ચિંતા ન હતી. રસોઇ બનાવવાનું કામ તે ખૂબ પ્રેમથી કરી લેતાં.
તેમની ધીરજ, સમજ ને શ્રદ્ધા અજબ હોવાથી તે આનંદમાં જ રહેતા. મારું કામ
જલ્દી સફળ થાય એવી પ્રાર્થના પણ કર્યા કરતા, ને બધી રીતે મદદરૂપ થતાં.
છેલ્લાં પાંચ છ વરસથી મારે જે કઠોર સાધના કરવી પડેલી તેનાં તે સાક્ષી
રહ્યાં છે એટલે મારા માર્ગને તે સમજતાં ને બધી રીતે અનુકૂળ બનતાં. એ બાબત
તેમની જેટલી પણ પ્રસંશા કરીએ તે ઓછી છે. તેમનું હૃદય ખરે જ મહાન ને
પવિત્ર છે.
ઉપવાસના
અનુસંધાનમાં મેં મારી પ્રાર્થના ચાલુ જ રાખી. તે તો પૂર્ણ સફળતા ના મળે
ત્યાં સુધી ચાલુ જ રહેવાની હતી. છતાં શરૂઆતની પ્રાર્થનાની થોડીઘણી ઝાંખી
અહીં કરાવી રહ્યો છું.
પ્રાર્થનાઓ
:
દિન ૧૪
|
દિન ૧૫ |
દિન ૧૬
|
દિન ૧૭ |
દિન ૧૮ |
દિન ૨૦
|
દિન ૨૧ |
દિન ૨૨
|
દિન ૨૩
|
દિન ૨૪
|
દિન ૨૫
|
દિન ૨૬
|
દિન ૨૭
|
દિન ૨૮
|
દિન ૨૯
|
દિન ૩૦
|
દિન ૩૧
| દિન
૩૨ |
દિન ૩૩
|
દિન ૩૪
|
દિન ૩૬
|
દિન ૩૮
|
દિન ૪૦
|
દિન ૪૧
|
દિન ૪૩
|
દિન ૪૪
|
|