Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

       

દિન રપ

ભક્ત શિરોમણી ધ્રુવજીનું ચિત્ર મને અત્યંત પ્રિય છે.

દેવપ્રયાગના નિવાસ દરમ્યાન પણ મેં તે મારી પાસે રાખ્યું હતું.

નદીને કિનારે પાંચ વર્ષના ધ્રુવજી એક તપસ્વીની જેમ બેઠા છે, ને તેની તપસ્યાથી પ્રસન્ન થઇને તેને વર ને દર્શન દેવા પધારેલા ભગવાન વિષ્ણુ તેમની સામે ઊભા છે ! કેટલું સુંદર ચિત્ર !

શ્રદ્ધા, પ્રેમ, પુરુષાર્થ ને ઇશ્વરી કૃપાનો કેવો સુભગ સંગમ !

ખરેખર, ઇશ્વરને પ્રાપ્ત કરવા માગનાર માનવોને ધ્રુવજીના આ ચિત્રમાંથી અજબ એવી પ્રેરણા મળશે.

શ્રદ્ધા ને પ્રેમનું બળ કેટલું છે તે આ પ્રસંગ પરથી સહેજે સમજી શકાય છે. ને તારવી શકાય છે કે માગે તેને મળે જ છે, કરે તે પામે ને વાવે તે લણે જ છે. એ એક અતૂટ ને સનાતન સિદ્ધાંત છે.

તમારે માટે જે શ્રદ્ધા રાખીને તલસે, તેને તમે જરૂર સફળ કરો છો.

પણ તે ધ્રુવ હોવો જોઇએ. મતલબ કે સ્થિર અને ચંચલતા રહિત હોવો જોઇએ.

જે સ્થિર બની ધ્રુવ એટલે સત્ય અથવા સનાતન ને સ્થિર એવા તમારામાં જ પ્રીતિ કરે છે, તે ધ્રુવ છે. તેને તમે જરૂર દર્શન દો છો, વરદાન દો છો, ને સદાને માટે ધ્રુવ કરી અમૃતપદ આપી દો છો.

પણ નિર્બળ મનના માણસમાં એટલું શ્રદ્ધાબળ ક્યાં છે ?

તમારામાં તેને એટલી પ્રીતિ પણ ક્યાં છે ?

તે તો વિષયરસમાં જ સુખ માને છે. પરિણામે તે તમારા દર્શનસુખથી વંચિત રહી જાય છે.

પણ જે વીર છે, તે તો તમને જ ચાહે છે, ઝંખે છે, ને કોઇ પણ ભોગે તમને જ મેળવીને જંપે છે.

તમારી કૃપા વિના આ બધું બનવું અશક્ય છે.

તમારી કૃપા એક સાધારણ માણસમાં પણ પ્રાણ પ્રકટાવી શકે છે.

તે જ કૃપાથી હું તમને મેળવવા કૃતનિશ્ચય થયો છું. ને છેલ્લા પચીસ દિવસથી બાળકની જેમ પ્રેમપૂર્વક ઉપવાસ કરી તમને જોવા ઝંખી રહ્યો છું.

મને ખાત્રી છે કે ધ્રુવજીની જેમ તમને સાક્ષાત રીતે જોવાનો ને કૃતાર્થ થવાનો શુભ અવસર મારા જીવનમાં હવે ગણીગાંઠી ક્ષણોમાં જ આવી જશે.

તમારું પ્રાકટ્ય થવાનું છે, ને તેની નિશાની કે સૂચકતારૂપે ઉષા જેવી તીવ્ર તપસ્યાવેદના મારા જીવનમાં આજે પ્રકટી ચૂકી છે.

મને બધી રીતે ધન્ય કરવા હે મા, આજે જરૂર પધારો. પોતાના બાળકથી વધારે વાર હવે દૂર ના રહો.

- માગશર સુદી ૧ર, સોમવાર ૧૦-૧ર-પ૧

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer