Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

 

દિન ૧

મા, બાળકોને માટે પ્રેમ ને મમતા એ તો 'મા'નો સ્વભાવ !

છતાં પણ આ તમારા બાળકને હજુ કેમ અપનાવતા નથી ?

તમારે માટેની તીવ્ર તરસ મારા તન, મન, અંતરમાં - રોમરોમમાં ભરેલી છે.

તો હવે તમે જલ્દી કૃપા કરો, ને તમારી પ્રેમવાણીનું ખોબેખોબે પાન કરાવીને મારી વર્ષો જુની તરસને છીપાવી દો.

- આસો સુદ ૧, શનિવાર,  મહુવા તારીખ: ૨૦-૯-૧૯૫૨

 

☼         ☼         ☼         ☼         ☼

 

દિન ૨

તમારા પ્રેમની પરિમલથી મઘમઘતું એક મધુરું પુષ્પ બનીને આ સંસારમાં શ્વાસ લઉં.

લોચન તમારા સુમધુર સ્વરૂપને જોયા જ કરે, કાન તમારા મંગલ વચનને સાંભળ્યા કરે તેમ જ શરીર તમારા પરમ શીતલ સુખદ સ્પર્શથી પ્રફુલ્લિત બનીને સ્વર્ગસુખ અનુભવ્યા કરે એ જ ભાગ્યની ઇચ્છા કરતો આજે જીવી રહ્યો છું.

તમે જ મારી એકમાત્ર મિલ્કત છો, ને તમારા વિના હું ખરે જે નિર્ધન છું.

કૃપા કરીને તમે મારી સામે તમારા સંપૂર્ણ વૈભવને લઇને પ્રકટ બનો જેથી સંસારમાં હું સૌથી અધિક બડભાગી, સુખી ને ધની બની શકું.

- આસો સુદ ૨, રવિવાર,  મહુવા તારીખ: ૨૧-૯-૧૯૫૨

 

☼         ☼         ☼         ☼         ☼

 

દિન

સંસારમાં તમારી પ્રાપ્તિની ઇચ્છા કોને છે ?

સંસારના પદાર્થો માટે અનેક તલસે છે, રડે છે, પ્રાર્થે છે ને પ્રયાસ કરે છે, પણ મારે માટે કોણ રડે છે કે તલસે છે ?

જે તમારે માટે પ્રાર્થે છે તેને તમે જરૂર મળો છો, એ સાચું જ છે.

પણ માણસ વધારે ભાગે દુન્વયી પદાર્થોની તૃષ્ણામાં જ બરબાદ થઇ જાય છે.

આ કેવું દયાજનક છે ?

ગઇકાલે એક લાખોપતિ મારા દર્શને આવ્યા.

આરામના સમયે પણ મને જગાડીને પહેલાં તો તેમણે વિવેકભરી વાતો કરી ને છેવટે 'મુંબઈ જઇ હું શેનો સટ્ટો કરું તો હું કરોડપતિ થઇ જઉં. સોનાનો, ચાંદીનો કે બીજા કશાનો, તે તમે શાંતિથી ધ્યાનમાં જોજો ને મને વેચવા લેવાની માહિતી આપતો રિપોર્ટ પણ લખી જણાવજો' એવી વાત મારી પાસે રજૂ કરી!

મેં કહ્યું કે મારો ત્યાગ ને મારી શક્તિ આવી ક્ષુદ્ર વસ્તુને બતાવવા માટે નથી.

હું તો ઇશ્વરનો પ્રેમી છું ને પ્રેમનો જ માર્ગ બતાવું છું.

ખરેખર, તમારો પ્રેમ કેટલો સુખદ અને સુમધુર છે, ને તેના વિના ગમે તેવો ધની માણસ પણ કેવો દરિદ્ર અને અસંતુષ્ટ બની જાય છે તેની મને ત્યારે જ ખબર પડી.

- આસો સુદ , સોમવાર,  મહુવા તારીખ: ૨૨-૯-૧૯૫૨

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer