|
દિન
૧
હે પતિતપાવની
ગંગા ! હે યોગીવર હિમાલય !
પરમાત્માના
પ્રતીક જેવા હે ભરતજી ભગવાન !
તમારા સૌના
સાંનિધ્યમાં 'મા'ની
કૃપા માટે એક વાર ફરી વ્રત કરતો બેઠો છું.
તમારા
સાંનિધ્યમાં રહીને કેટલાય સંતો ને તપસ્વી પૂર્ણતા ને પરમાનંદનું ભાથું ભરી ગયાં
હશે.
હું પણ એની જ
ઈચ્છા કરું છું.
'મા'ની
પૂર્ણ કૃપામાં સ્નાન કરાવીને મને પણ પાવન ને કૃતાર્થ કરો.
મારા મનોરથને
પૂરા કરો.
સૂર્યનો ઉદય
જેમ સમસ્ત સૃષ્ટિને માટે સુખકારક બની જાય છે તેમ
'મા'નું
દર્શન મારા તન, મન, અંતરને માટે મંગલ અને આશીર્વાદરૂપ થઈ પડશે.
- આસો
સુદી ૧, ગુરૂવાર તા. ૮-૧૦-૫૩
☼
☼ ☼ ☼ ☼
દિન
૨
તમારા વિરહની
વેદનામાં વળી એક આખો દિવસ વીતી ગયો. હજી તમારી કૃપા ના થઈ.
તમારા મંગલ
મિલન માટે જે ઝંખે છે તેના પર આ જ પ્રમાણે વેદનાનો વરસાદ વરસાવ્યા કરશો તો
તમારું કૃપાસાગરનું બિરુદ કેવી રીતે સાચું થઈ શકશે
?
તમે
પ્રેમસિંધુ છો એ કેમ સિદ્ધ થશે ?
જે તમને
પ્રેમપૂર્વક ચાહે છે તેના બધા જ લાડકોડ પૂરા કરી, તેના યોગક્ષેમનું તમે સ્મિત
સાથે વહન કરો છો, એ ગીતામાં ગવાયેલી તમારી વાણી પણ કેમ સાચી ઠરશે
?
શું શાસ્ત્રો,
તમારા પ્રેમી ભક્તો ને મહાપુરુષોએ તમારાં ગુણગાન નકામાં જ ગાયાં છે
?
શું તેની પાછળ
કોઈ જ આધાર નથી ?
શું તમારી
પૂર્ણ કૃપાની વાત તદ્દન પાયા વિનાની છે
?
ના. તેમ બની
શકે જ નહિ. તેવા પ્રશ્નો ને તેવું કુતૂહલ અસ્થાને છે.
મારા પોતાના
જીવનમાં તમે શરૂઆતથી જ તમારી કૃપાનાં કિરણો વરસાવ્યાં છે ને જુદી જુદી રીતે
ઝાંખી કરાવીને મને કૃતાર્થ કર્યો છે.
એટલે જ કહું
છું કે તમારે માટે આ વાત નવી નથી, તેમ જ અસંભવ પણ નથી.
એક પ્રેમાળ
માતાની જેમ તમે આજ સુધી મારી સંભાળ લીધા કરી છે.
તેવી જ રીતે
હજી પણ લો, આજે પણ લો, ને મને પૂરેપૂરો સંતોષ આપીને જીવનની પૂર્ણતા ને
ઉજ્જવળતાનું દાન દો.
- આસો સુદી ૧, શુક્રવાર તારીખ
૯-૧૦- ૫૩
☼
☼ ☼ ☼ ☼ |