|
દિન
૧૩
તમારી પ્રેરણા
કે આજ્ઞાના આધાર પર જ મારું જીવન ચાલ્યા કરે છે ને નિરંતર વિકાસ કરે છે.
તે જ
પ્રેરણાના આધાર પર આજે મેં ઉપવાસ પૂરા કર્યા છે.
પણ આટલા દિવસ
તપવાં ને પ્રાર્થવા છતાં તમારા મિલનની ઇચ્છા હજી અધૂરી છે.
મારા મનોરથને
તમે પૂરો નથી કર્યો.
એટલે તમારી
પરિપૂર્ણ કૃપાને માટેનો મારો યજ્ઞ ચાલુ જ રહે છે.
કેટકેટલી વાર
મારે આમ એકધારું તપવું પડ્યું ને કેટકેટલી વાર તમે મને ઉપવાસના આકરા કષ્ટમાંથી
આશ્વાસન અને આશા આપીને ઉઠાડ્યો.
છેલ્લાં
પાંચ-છ વરસનો ઇતિહાસ એક રીતે એનો જ ઇતિહાસ છે.
છતાં મારી આશા
તૂટી નથી, શ્રદ્ધા ખૂટી નથી, ને પ્રેમની જાગી ગયેલી જ્યોત જલતી મટી નથી.
નગરમાં કે
વનમાં, એકાંતમાં કે વસ્તીમાં, દિવસે કે રાતે, સર્વ સ્થળે ને સર્વ સમયે, મારું
મન તમારા તરફ તાકીને બેસતું હોય તેમ મીટ માંડીને બેસી રહે છે ને તમારી
આરાધનામાં ઓતપ્રોત બને છે.
બધી જ દશામાં
ને બધાં જ સ્થળોમાં તમારા મંગળ મિલનના એકમાત્ર આદર્શ તરફ મારી બધી જ વૃત્તિ
એકાગ્ર બનીને બેસી રહે છે ને તમારી પૂજાના ફળનું કામ કર્યા કરે છે.
શરીર તમારી
ઇચ્છા પ્રમાણે ઠેકઠેકાણે ફરે છે ને રહે છે પણ મન ને પ્રાણ તમારી જ પાસે રહેવાના
ને તમારી સાથે એક થવાના કોડ સેવ્યા કરે છે.
આ દશા કેટલો
વખત ચાલશે
?
તમારી કૃપા થાય તો નિમિષમાત્રમાં તેનો અંત આવી જાય.
બાકી તો તેનો
કોઇ ઉપાય નથી. તપ કે વ્રત તેનું અંતિમ નિરાણકરણ કરી શકે તેમ નથી.
એ કૃપાને
મેળવવા મારો મનોરથ હજી અધૂરો જ રહે છે, એ ઓછા દુઃખની વાત નથી.
છતાં દુઃખનો
વિચાર કરીને બેસી રહેવાથી પણ શું
?
તમારી ઇચ્છાને
અનુકૂળ થઇને હું તપું છું તેમ હજી તપતો રહીશ ને તમારી ઇચ્છામાં આનંદ માનીને તમે
કરાવશો તેમ બનતો પુરુષાર્થ કરતો રહીશ.
-
આસો સુદી ૧૩, મંગળવાર તારીખ ૨૦-૧૦-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |