જાગૃતિ જીવન
છે ને પ્રમાદ મરણ છે. એનું સ્મરણ સાધકે સદાય કરતા રહેવું જોઈએ. જે પ્રમાદનો
પરિત્યાગ કરી, અખંડ જાગ્રત રહીને વિવેક અને ઉત્સાહપૂર્વક આગળ વધે છે તે
સિદ્ધિના સુમેરૂ શિખર પર પહોંચી જાય છે અને આત્મસાક્ષાત્કાર કરીને કૃતાર્થ
બને છે.
કેટલાક
સાધકો આત્માનુભૂતિની વાતને ભૂલીને સાધનાના માર્ગમાં મળતી નાનીમોટી સિદ્ધિઓથી
મોહિત થઈ જાય છે. એમણે જાણી લેવું જોઈએ કે પોતાના સ્વભાવની શુદ્ધિ સાધી, મન
તથા ઈન્દ્રિયોનો સંયમ કરી, સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા જેવી મહામૂલ્યવાન
શ્રેયસ્કર સિદ્ધિ બીજી કોઈ જ નથી. એટલે સાધકે એની પ્રાપ્તિ માટે પ્રામાણિકપણે
પ્રયાસ કરવો જોઈએ.
જે સાધના
કરે છે તેને એ સાધનાના સુપરિણામરૂપે નાની મોટી સિદ્ધિઓ જરૂર મળે છે એ ન્યાયે
મહર્ષિને આત્મસાક્ષાત્કાર ઉપરાંત બીજી જુદી જુદી સિદ્ધિઓ સાંપડેલી. એની
સિદ્ધિઓનું દર્શન એમના જીવનમાં પ્રસંગોપાત્ત થયા કરતું
તો પણ
એ આત્મસાક્ષાત્કાર સિવાયની બીજી સિદ્ધિઓને મહત્વ ના આપતા ને સાધકોને એમનાથી
દૂર રહેવાનું કહેતા. એ સંબંધી એમના વિચારો અનુકરણીય અને આદર્શ છે. એકવાર એમની
પરમ ભક્ત એચમ્માલે એમને પૂછ્યું
:
‘અમને
પણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે ?’
એમણે એમની
લાક્ષણિક રીતે ઉત્તર આપતાં સિદ્ધિ સંબંધી એમના અભિપ્રાયની અભિવ્યક્તિ કરતાં
કહ્યું
:
‘સિદ્ધિ
કોને કહો છો ?
એ દ્વારા શું સમજો છો ?
સાચી સિદ્ધિ સિદ્ધ વસ્તુ, તત્વ કે સત્તાનો સાક્ષાત્કાર કરવામાં જ સમાયલી છે.
એનો સાક્ષાત્કાર થઈ જશે એટલે અન્ય સાધારણ અસાધારણ સઘળી સિદ્ધિઓ
સ્વપ્નાવસ્થામાં સાંપડનારી સિદ્ધિઓની પેઠે મિથ્યા, મહત્વ વગરની ને નિરર્થક થઈ
પડશે. જાગૃતિ દશા દરમિયાન સ્વપ્નમાં દેખાયેલી વિભિન્ન વિશેષ શક્તિઓ કે
સિદ્ધિઓની સત્તા નથી રહેતી. એમની લેશ પણ પ્રતીતિ નથી થતી. સત્ય વસ્તુ, તત્વ
કે સત્તામાં સંસ્થિતિ કરનારા સાધકોના અંતરનો અવિદ્યાયુક્ત મોહપડદો દૂર થઈ જાય
છે. એવા સાધકો બહારની બીજી સિદ્ધિઓના સંમોહમાં નથી પડતા અને એમની પ્રાપ્તિની
કોશિશ પણ નથી કરતા.’
એ હમેશાં
આત્મવિચાર, આત્મનિષ્ઠા અને આત્માનુસંધાન પર ભાર મૂક્તા ને કહેતા કે આત્માને
ઓળખવા જેવી સર્વોત્તમ સિદ્ધિ બીજી કોઈ જ નથી. માણસે ભયરહિત તથા બંધનમુક્ત
બનવું હોય ને સનાતન શાંતિ મેળવવી હોય તો એ આત્મસિદ્ધિને મેળવ્યા સિવાય છૂટકો
નથી. એના સિવાય બીજી નાની મોટી સિદ્ધિઓથી સાધકનું આત્યંતિક શ્રેય નથી સાધી
શકાય તેમ.
મહર્ષિ
આત્મવિચાર અને ધ્યાનની ભલામણ કરતા રહેતા પરંતુ જડ સમાધિની તરફેણ કદી પણ ના
કરતા. એ સંબંધમાં એમના વિચારો આદ્ય શંકરાચાર્યના વિચારોને મળતા આવતા. માણસ
આત્માનુસંધાનની મદદથી આત્માના સાક્ષાત્કારની અને આત્મનિષ્ઠ જીવનની સિદ્ધિ ના
મેળવે ત્યાં સુધી સમાધિની સિદ્ધિથી પણ શું વળે
?
મનને સર્વ પ્રકારના મળથી મુક્ત, વાસનારહિત અને પરમાત્માના પરમપવિત્ર પ્રેમથી
પરિપ્લાવિત કરવાથી જ શાંતિ મળે છે
તેમજ
સાધના સફળ બને છે. મનની સુધારણા અને પરમાત્મમયી વૃત્તિ તથા
દૃષ્ટિના
વિકાસ પર એ અવારનવાર ભાર મૂક્તા. એ સંબંધમાં એક સરસ વાત પણ કહી બતાવતા
:
એક યોગી
ગંગાના પ્રશાંત તટપ્રદેશ પર રહીને તીવ્ર તપ કરતા. એમણે એમના શિષ્યને ગંગાનું
પાણી લાવવાની આજ્ઞા કરી.
શિષ્યે પાણી
લાવવા માટે ગંગાની દિશામાં પ્રયાણ કર્યું એ જ વખતે યોગીએ મનને બાહ્ય પદાર્થો
અને વિષયોમાંથી પાછું વાળીને સમાધિમાં પ્રવેશ કર્યો. થોડાક વખતમાં તો શરીરનું
બધું જ ભાન ભૂલી ગયા.
સમાધિની એ
અસાધારણ અવસ્થામાં એક હજાર વરસ વીતી ગયાં ત્યારે એ યોગી જાગ્રત થયા.
જાગ્રત થઈને
તરત જ એમણે પાણીની માગણી કરી. પરંતુ પાણી કોણ આપે
?
એમની સમાધિદશા દરમિયાન પૃથ્વી પર મહત્વના મોટા મોટા ફેરફાર થઈ ગયેલા. ગંગાનો
પ્રવાહ બદલાઈ ગયેલો, જમીન બદલાઈ ગયેલી, અને પાણી લાવવા ગયેલા શિષ્યનું શરીર
પણ વરસોથી શાંત થયેલું. શરીર હાડપિંજર બનીને પડી રહેલું.
કાળ પોતાનું
કામ કરી રહેલો.
એ સુદીર્ઘ
સમાધિએ યોગીનું શું કલ્યાણ કર્યું ?
એના પરિણામે યોગીની વૃત્તિ, વાસના તથા ઈચ્છામાં કશો ફેર ના પડ્યો. એને લીધે
બીજો માનસિક લાભ કદાચ થયો હશે, કેટલીક બીજી વિશેષ શક્તિઓ પણ સાંપડી હશે,
પરંતુ આત્મવિકાસનો સર્વાંગીણ હેતુ સિદ્ધ ના થયો તો શું કરવાનું
?
મહર્ષિની
દૃષ્ટિ
કેટલી બધી સૂક્ષ્મદર્શી, સારગર્ભિત અથવા માર્મિક હતી તેનો ખ્યાલ આ નાની સરખી
વાર્તા પરથી સહેજે આવી જાય છે.
* *
* * * * * * * * * *
છતાં પણ
મહર્ષિમાં બીજી સવિશેષ શક્તિઓ અથવા સિદ્ધિઓ નહોતી એમ નહિ. મહર્ષિના સંપર્કમાં
આવનારા સાધકો, સંતો તથા સામાન્ય પુરૂષોને એમની એવી અનેકવિધ અસાધારણ શક્તિઓનો
પરિચય થતો ને લાભ મળતો. એ બીજાના મનની વાતોને કે
સમસ્યાઓને
જાણી લઈને એમનો અદ્
ભુત
રીતે ઉકેલ કરતા ને મૌનની સવિશેષ શક્તિથી સાધકોને સુષુપ્ત શુભ સંસ્કારોને
જગાડીને પોતાની આગવી રીતે લાભ પહોંચાડતા. દૂર રહેતા ભક્તો તથા શ્રેયાર્થીઓને
દર્શન આપતા તથા પ્રેરણા કે પથપ્રદર્શન પૂરું પાડતા.
એમની અંદર
વરસો પહેલાં, સાધનાના શરૂઆતના સમયમાં જ, વિશેષ શક્તિનો ઉદય થયેલો. એ વિશેની
પ્રમાણભૂત માહિતી બીજા કેટલાય પ્રસંગોની જેમ શ્રી નારાયણ શાસ્ત્રીના પ્રસંગ
પરથી પ્રાપ્ત થાય છે.
એ મહર્ષિનાં
દર્શન માટે ઈ.સ.
૧૯૧૩
દરમિયાન અરૂણાચલ પર્વત પર ગયા ત્યારે કેળાં લઈ ગયા.
એ કેળાં
એમણે સૌથી પહેલાં અરૂણાચલેશ્વરના મંદિરમાં ધરેલાં. મંદિરની આગળ જે ગણપતિની
વિશાળ મધુમય મૂર્તિ હતી તેને એક કેળું એમણે માનસિક રીતે અર્પણ કરેલું.
મહર્ષિને
એમણે એ બધી માહિતી આપ્યા વિના જ એ કેળાં અર્પણ કર્યા. એમના શિષ્યે એમને
ગુફાની અંદર લઈ જવા માંડ્યા ત્યારે મહર્ષિએ એને અટકાવીને કહ્યું
:
‘ઊભો
રહે. આપણે ગણપતિને ધરાવેલા ફળનો ઉપભોગ કરીએ.’
મહર્ષિના એ
શબ્દો સાંભળીને નારાયણ શાસ્ત્રીના વિસ્મયનો પાર ના રહ્યો. એમની ખાતરી થઈ કે
મહર્ષિ બીજાના મનને અથવા ભૂતકાળની ઘટનાઓને જાણી શકે છે. મહર્ષિ પતંજલિ પોતાના
યોગદર્શનમાં યોગીને સાંપડનારી એ શક્તિ કે સિદ્ધિને ચિત્તસંવિત તરીકે ઓળખાવે
છે.
નારાયણ
શાસ્ત્રી એ વખતે વાલ્મીકિ રામાયણ પર ગદ્યમાં ભાવાર્થ તૈયાર કરી રહેલા. એમણે એ
વાત ગુપ્ત રાખેલી. મહર્ષિ પાસે એ એની હસ્તપ્રત લઈ ગયેલા. મહર્ષિની પાસે
બેસીને એમણે મનોમન, કોઈને પણ ના સંભળાય એવી રીતે સંસ્કૃતમાં કહ્યું
:
‘તમે
ચિત્તસંવિતની શક્તિ ધરાવતા હોવાથી મારા આગમનના પ્રયોજન વિશે કહી બતાવવાનો કશો
અર્થ નથી. તમે તેને જાણો જ છો. ’
મહર્ષિએ એ
પ્રયોજનની પુષ્ટિ અને એમના
દૃઢ
વિશ્વાસની યથાર્થતાની પ્રતીતિ કરાવતાં તરત જ જણાવ્યું
:
‘રામાયણને
બહાર કાઢી, ખોલીને કેમ નથી વાંચતા ?’
નારાયણ
શાસ્ત્રીને સંપૂર્ણ સંતોષ થયો.
એ પોતાની
રામાયણરચના સૌથી પહેલાં મહર્ષિની આગળ વાંચી સંભળાવવાના ઉદ્દેશથી જ આવેલા.
આરંભની એ
શક્તિ અને એવી બીજી શક્તિઓ ઉત્તરોત્તર વધતી જઈને એમના પાછળના જીવનમાં કેવી
પરાકાષ્ઠાએ પહોંચી હશે તેની કલ્પના સહેલાઈથી કરી શકાય છે. છતાં પણ એમનાથી એ
અલિપ્ત જ રહ્યા એ એમની વિશેષતા હતી.
* *
* * * * * * * * * *
એમના એક
બીજા ભક્ત શ્રી સુંદરેશ અય્યરને માહિતી મળી કે પોતાની તિરુવણ્ણામલૈથી બદલી
થવાની છે એટલે એમણે એમને શોકિત સ્વરમાં ફરિયાદ કરતા હોય તેમ કહ્યું :
‘ભગવાન
પાસે ચાલીસ વરસ રહ્યા પછી હવે મારી બીજે બદલી થવાની છે. ભગવાનથી દૂર રહીને
હું શું કરીશ ?’
‘તમે
ભગવાન સાથે કેટલા વખતથી રહો છો ?’
મહર્ષિએ પૂછ્યું.
‘ચાલીસ
વરસથી.’
મહર્ષિએ
ભક્તો તરફ ફરીને કહ્યું
:
‘આ
મારા સદુપદેશને ચાલીસ વરસથી સાંભળે છે અને હવે કહે છે કે એ ભગવાનથી ક્યાંક
દૂર જવાના છે
!’
ભક્તો મૌનનો
અનુભવ કરતા રહ્યા.
મહર્ષિ
પોતાની સર્વવ્યાપકતાનો જાણે કે ખ્યાલ આપી રહ્યા. એમણે એમના એ શબ્દો દ્વારા
એવું પણ સૂચવ્યું કે એમનો આટલા બધા લાંબા વખત લગી સંદેશ સાંભળનાર એમનાથી કદી
અલગ ના થઈ શકે.
એમની
દૃષ્ટિ
જ્ઞાનમયી ને સૂક્ષ્મ હતી,
તો પણ
એ ભક્તની બદલી બંધ રહી.