શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

બીલીપત્ર
     
  Kavita - Gujarati Poems  
< BACK

અભિપ્સા

NEXT >

       

ચઢાવું બીલીપત્ર ના હું !

કોમળ પર્ણ કુસુમ કાં તોડું,
સાજ સજાવું શું !
જ્યાં પ્રકટ્યાં ત્યાં પૂજા કરતાં,
બધે વિરાજે તું ... ચઢાવું

કોટિ કમળ શણગારું શાને,
સલિલમહીં છે તું;
ભંગ કરીને શોભા તારી
સુશોભિત કરું શું ? ... ચઢાવું

જ્યાં ઉગ્યાં ત્યાં ચઢી ચૂક્યાં છે,
ફરી ચઢાવું શું ?
વિમૂઢ મન ના કેમે માને,
વ્યર્થ મનાવું શું ? ... ચઢાવું

તન મન અંતર ત્રણ પત્રોનો
અર્પણ પ્રાણ કરું,
પ્રાણે પુનિત પ્રેમ પ્રકટાવો
તે નૈવેદ્ય ધરું ! ... ચઢાવું

 

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'અભીપ્સા' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer