શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ભમરો
     
  Kavita - Gujarati Poems  
< BACK

અભિપ્સા

NEXT >

       

ભયંકર ખૂબ ખરે ભમરો.
ડંખે ત્યારે દર્દ કરે છે ભારેખમ ભમરો ... ભયંકર

તોડી નાખે કઠિન કાષ્ઠને, પાડે છેદ ખરો,
બળવાન ઘણો ગણાય એ તો, ખૂબ કહ્યો કપરો ... ભયંકર

કમલ પાસ પરવશ પણ થાયે, બલ સધળું વિસર્યો;
પૂરોયો ત્યાં પુષ્કળ પ્રેમે, પાછો ના જ ફર્યો ... ભયંકર

તેમ બલી પણ મોહિત થાયે રૂપ તમારે હો;
કમલથકી કોમલ લોચનમાં કેદ ન થાયે કો ?... ભયંકર

પ્રેમપ્રભાવ કહ્યો છે એવો સંતોએ સઘળો;
મધુરતાતણી અજબ મોહિની, નેહ નશો મધુરો ... ભયંકર

આતમ નિર્બળ છેક જ સાચે પ્રેમાસક્ત થયો,
અચરજ તેથી લેશ થશે ના, તમને ફકત વર્યો ... ભયંકર

 

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'અભીપ્સા' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer