શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

યાદ
     
  Kavita - Gujarati Poems  
< BACK

અભિપ્સા

NEXT >

       

યાદ તમારી દ્વિગુણિત બનતાં મારા હૃદયે જાગી,
સ્મરણ રહ્યાં છે હૃદય વલોવી તમારાં શું બડભાગી !
 

સારી સૃષ્ટિ પર રાત્રીએ
અંચલ નાખ્યો આજ;
પ્રાણી છે સૌ શાંત.
એક મહારા મનોનભે છો પ્રકટ્યાં તમે પ્રકાશ,
દૂરદૂર તારકગણ ખીલ્યાં તેવા સ્મિતની સાથ.
 

મને જ ના આરામ.
પથારી રહી મારી સૂની, આળોટું છું ખાલી;
તમારી નથી સંનિધિ તો છે સુખ ના મુજને કાંઇ.
 

ઓ મુજ જીવનપ્રાણ પધારો
વીતે મોંઘી રાત;
આતુર ને 'પાગલ' છું સાચે
તમારા મિલન કાજ.

 

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'અભીપ્સા' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer