શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પ્રણામ
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

પ્રણામ ધરતી કેરા ચરણોમાં વળી કરું
માતારૂપે સ્તવી જેને વેદના ઋષિઓ ગયા,
ઉઘાડી લોચનો દૈવી મધુરાં પદ્મના સમાં
મહામાનવ કૈં જેની ગોદમાં ઉછર્યા રમ્યા;

મંત્ર સંસ્કૃતિના જેણે ધર્યા માનવજાતને,
આદિકાળ મહીં શોધ્યા રહસ્યો જિંદગી તણાં,
શ્રેયપ્રેય તણાં જીત્યાં શિખરોને વિરાટ ને
મહિમાથી ભરેલી એ વિશ્વની માતને નમું.

ઊઘડ્યાં નેત્ર મારાં એ માતાની ગોદમાં વળી
ચેતના મેળવી એનું કરી પીયૂષપાન મેં;
એના શાશ્વત સંદેશા લીધા જીવનમાં વણી,
વર્ણવું કેમ વાણીમાં મારા એ બડભાગને ?

વૈવિધ્યમાં વહે જેના એકતાનાદ આત્મમાં,
મને ગૌરવ છે એને માટે, એને પ્રણામ છે !
કષ્ટો સહ્યાં, સહ્યા ઘા, ને વિપત્તિ વેદના સહી,
મૃતપ્રાય બની તોયે સદા માટે નથી મરી

અનેરી ચેતના જેની, ચેતના અર્પતી રહી,
પચરંગી પ્રવાહોમાં જેનો પ્રાણ રહ્યો વહી;
દિવ્ય શાશ્વત છે જૂની જેની સંસ્કૃતિ વિશ્વમાં,
મને આદર છે એને માટે, એને પ્રણામ હા


નમું ભારત માતાને દેવો ને પરમાત્મયે
અવતાર લઈ આવ્યા જેની ગોદે પવિત્ર તે.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer