શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અસાધારણ પ્રયોગ
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

માછીમાર તણી નાની સરખી મઢૂલી મહીં
અતિથિ બનતાં ગાંધી સૂતેલાં શાંતચિત્તથી
મધરાત સમે જાગ્યા ઠંડી ઘોર અમાસની
શરીરને થિજાવીને શૂન્ય જેવું કરી રહી.

ઓઢાડ્યાં ઉષ્ણવસ્ત્રોને મનુબેને છતાં મળી
ઉષ્મા ના અંગને લેશ ત્યારે પ્રેમે દબાવતાં
પગ ને પીઠ ગાંધીની શુશ્રૂષાને રહ્યાં કરી
આખરે સંતને આવી નિદ્રા ને મનુબેનયે

એકાએક થયાં થાકી નિદ્રાધીન પ્રશાંત શા
સંતની સોડમાં; જાગ્યા પ્રાર્થનાસમયે અહા !
લોકોપવાદ એમાંથી જાગ્યો તેને નિવારવા
બ્રહ્મચર્ય તણી ન્યારી શક્યતાને બતાવવા

એક શય્યા પરે સૂતા ગાંધી માતાસમાન એ
કુમારીસાથ યાત્રામાં શ્રદ્ધાને પ્રકટાવવા.
નિર્દોષ અંતરાત્માથી પ્રેરાઈને દિવસો સુધી
કર્યો પ્રયોગ એ ન્યારો અસાધારણ શુદ્ધિથી.

જગદંબા સ્વરૂપે એ જોતા સ્ત્રીમાત્રને સદા
સંયમી પૂર્ણ ને જ્ઞાની મૂર્તિ પાવિત્ર્યની હતા,
છતાં પ્રયોગ એ ભારે કર્યો શક્તિ જગાવવા,
આલેખી કવિતામાં એ સંક્ષેપે કરુણાકથા.
*
જીતી ક્ષુધાતૃષા જેણે બન્યા શાસક ભૂત ને
વર્તમાન તણા સર્વે ભાવિના પંચપ્રાણના
અધીશ્વર બની સિદ્ધિ પ્રાપ્ત પૂર્ણ કરી લઈ
થયા પ્રકૃતિના નાથ ઊડતાં અવકાશમાં

ઐશ્વર્ય મેળવ્યું ન્યારું અલૌકિક બની ગયા
મૃત્યુંજય સમા વિશ્વે સાધના શ્રેષ્ઠ સાધતાં,
કામક્રોધ તણી મીઠી અહંતામમતામયી
ઝેરજ્વાળા મહીં તેવા જલતા સિદ્ધમાનવો

જણાય જગમાં કૈંયે; મુક્ત જે ક્રોધકામથી
અશક્ય એહને વિશ્વે શાંતિમુક્તિ કશું નથી.
સંસિદ્ધિશિખરે એવા હતા આરૂઢ સંત એ,
સામાન્ય માનવી ક્યાંથી સમજે પૂર્ણ એમને ?

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer