શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સ્વાતંત્ર્ય સિદ્ધિ
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

અનંત આત્મની અંતે ફળી સ્વાતંત્ર્ય પ્રાર્થના,
બલિદાન ફળ્યાં કૈંના, ફળ્યા પોકાર આર્તના
ચમત્કાર અનેરો આ દેશમાં આખરે થયો,
સંગ્રામના વિના લ્હાવો સાંપડી મુક્તિનો ગયો.

જ્ઞાત તેમ અજ્ઞાત સહસ્ત્રે સ્વતંત્રતા સંકલ્પ કર્યા,
લક્ષકોટિ લોકે જીવનને સમિધા સરખાં યજ્ઞ ધર્યાં :
સહ્યાં સંકટો સ્મિત સાચવતાં વેઠ્યાં વેદન વળી અપાર,
થયા વિનષ્ટ છતાંય જેમના મનોબળે ના માની હાર.

સ્વરાષ્ટ્રની સેવાને કાજે ધર્યા જેમણે શ્વાસોશ્વાસ
સર્વ સમુન્નતિ સ્વતંત્રતાની સેવી સ્વર્ગપ્રદાયક આશ.
કરી અન્યને કાજે ચિંતા સંતાપ સહી છાંય ધરી,
એ સૌને સ્વાતંત્ર્ય સાંપડ્યે શાંતિ સનાતન હશે મળી.
*

યશ એ દેશભક્તોને દેવો સ્વાતંત્ર્યનો ઘટે,
અજોડ યશ ગાંધીનો પણ કેમ કરી મટે ?
આભાર માનવો પૂર્ણ પરમાત્મ તણો રહ્યો,
એના અનુગ્રહે જંગ શ્રેયસાફલ્યને વર્યો.
 

વરસો કરુણાવૃષ્ટિ નિત્યનૂતન દિવ્ય એ
દૈન્યદર્દ ગુલામીના અવશેષ સમસ્ત કે
વિલુપ્ત થાય, સંસારે માનવી માનવી બની
શુશ્રૂષા કરતાં જીવે સરિતાસમ સર્વની.

ભગીરથ કરી મહાપ્રખર દીર્ઘ આરાધના
લભી પતિતપાવની ફળસ્વરૂપ મંદાકિની
બન્યા અતિકૃતાર્થ શંકર અનુગ્રહે આખરે
વહી મધુર ગંગ એ મનુજલોક આહલાદતાં

અનંત રસ રેલતાં પરમ ચેતના અર્પતાં
ધરી સુખદ સ્વર્ગગૌરવ પદે પદે ભૂમિને
ભગીરથ તણા વિમુક્ત સહુ પૂર્વજોને કરી,
સવિસ્તર કથા રસે સભર એ પુરાણે કહી.

ભગીરથ નવીનશા પુનિતપ્રાણ ગાંધી થયા,
કરી સતત સાધના મધુર દિવ્ય મંદાકિની
લભી પ્રિય સ્વતંત્રતા સુખદ મુક્ત સર્વે કર્યા
મહાન નિજ પૂર્વજો પરમ રાષ્ટ્રના ઋણથી;

કૃતાર્થ ધરતી બનો અવનવીન આહલાદથી
ભરો સુખદ ને ઠરો જગતકાજ એ જાહ્નવી !

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer