શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વિરલ અપવાદ
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

પૂર્વે ઉષા તિમિરથી કટુ જંગ ખેલી
ઉલ્લાસ ધીરજભર્યો અતિદીર્ઘ અંતે
પામે પ્રકાશકિરણો મધુસૂર્ય તેમ;
ઉદ્યાનમાં શ્રમ કરી દિનરાત માળી

સર્જે સુચારુ સુમનભેર સ્વાદુ સૃષ્ટિ;
ક્ષેત્રે કિસાન શ્રમના ફળને લણે ને
ધારા રસાળ વરસે વરસાદની તે
છે સાધના ફળશ્રુતિ પ્રકૃતિ તણી સૌ.

ના કાર્ય કારણ વિના કદી કાળ થાય,
એ વિશ્વનો નિયમ શાશ્વત શો પ્રવર્તી
પ્રાકટ્ય સત્પુરુષશ્રેષ્ઠ તણું કરીને
આશ્ચર્યથી ચકિત દર્શકને કરી દે.

કે મૂઢમુગ્ધ, સહસા પણ કૈં બને ના,
ગાંધીય ના વિરલ કો અપવાદ એમાં.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer