શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

દધીચિ
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

સમાધિરત શાંત એ ઋષિ દધીચિ પાસે જઈ
પ્રધાન સુર સ્વર્ગના મધુરવી પ્રશસ્તિ કરી
વદ્યા : જગતમાં કર્યો પ્રખર કેર વૃત્રાસુરે
અનંત નિજશક્તિથી, જરૂર વિશ્વકલ્યાણની

તમે સમજતાં ધરો તન તમારું તો એ થકી
ઘડી પ્રખર વજ્રને અસુરનાશ તત્કાળ હો.
અમોઘ ઋષિહાડનું પ્રખર વજ્ર અંતે થયું,
થયો અસુરનો વિનાશ જગ શાંત આખું બન્યું.

પુરાણ ઋષિ એ દધીચિ પ્રકટી ફરી ભારતે
શરીરમનપ્રાણને સ્મિત થકી સમર્પી રહ્યા
અશાંત નિજ દેશકાજ પ્રિય જિંદગીયે કરી
ફના, નવલ તેજથી ત્રિભુવનો ઉજાળી ગયા;

સમાજસુખ શત્રુશા પ્રખર કૈંક વૃત્રાસુરો
હણ્યાં, યુગયુગો તણા પરમશાંતિદાતા થયા.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer