શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

આશા
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

અંધારેલા ગગનપટપે અભ્ર ગાજે અનેકો,
આરંભે ને મધુર ચપલા નૃત્ય નૃત્યાંગના શી,
ના દેખાતા ગિરિવર બધા ધુમ્મસે આવરેલા;
વર્ષા મૂકી મન ગગનની અપ્સરા જેમ આવી

આલિંગે આ જગતતલને મુગ્ધ જેવી બનીને;
ત્યાં તો ક્યાંથી થર તિમિરના ભેદતાં સૂર્ય કેરાં
રશ્મિ આવ્યાં ચપલ ચપલા તેમ વર્ષા સિધાવ્યાં
સ્વસ્થાને, આ કિરણરથમાં સૂર્ય પોતે પધાર્યા.

આંધી આવે ઘન ગડગડે ઘોર વર્ષર્તુ જેવાં,
રાસક્રીડા મનભર કરે વિદ્યુતો વેદનાની,
વાતા તીખા પવન દિલને ડારનારા ભમે ને
અંધારાના પડળ સઘળે તોય આશા મટે ના;

રશ્મિ રેલી નવલ રસને ચેતનાને રહેશે,
સમૃદ્ધિનો પરમ સુખનો જાગશે સૂર્ય દેશે.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer