શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અમર રહો આઝાદી
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

સૂર્યચંદ્ર તપે હાસે પૃથ્વી ને વ્યોમ જ્યાં લગી
સ્વતંત્રતા મળેલી આ રહો અમર ત્યાં લગી.
નદીનિર્ઝર આલાપે ગાય અર્ણવ જ્યાં લગી
સ્વતંત્રતા મળેલી આ રહો અમર ત્યાં લગી.

પુષ્પ ખીલે પડે વર્ષા, વાયુની લહરી વહે,
સ્વાતંત્ર્ય સાંપડેલું આ ત્યાં લગી કાયમી રહે.
રહે પર્વતશૃંગો સૌ વૃક્ષઔષધિ જ્યાં લગી
સ્વાતંત્ર્ય સાંપડેલું આ રહો અક્ષય ત્યાં લગી.

ચક્ર સંસૃતિનું ચાલે જીવે માનવ જ્યાં લગી
સ્વતંત્રતા મળેલી આ રહો અમર ત્યાં લગી.
તૂટો બંધ ગુલામીના શેષ સૌ વસુધા મહીં;
પ્રયાસો શાંતિસિદ્ધિના થાઓ નિષ્ફળ ના કહીં.

વિજ્ઞાનબળ ને બુદ્ધિ સંપત્તિ સૃષ્ટિની સદા
શ્રેયસ્કર બનો સૌને કરો ઘર્ષણ ના કદા.
કુટુંબ શી બનો પૃથ્વી સંપસ્નેહ થકી ભરી
પૂર્ણાહુતિ કરું એવી ભાવના પ્રાર્થના કરી.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer