શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ગાંધીજીને
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

તમે આ ધરતી પર ફરતા
હોત સાંભળ્યા ત્યારે તમને જીવનનું ધન ધરતા,
દશા થાત ધરતીની કેવી સુખદ સ્વર્ગના કરતાં ... તમે આ ધરતી પર ફરતા

પ્રકાશ પહોંચાડ્યો, પણ ઝીલ્યો માનવે નહીં એને,
પથ દર્શાવ્યો, પ્રયાણ કીધું એના પર ના એણે;
બંધનમુક્ત કરી દેવામાં પાછું વળી ન જોયું,
અજ્ઞ માનવે કિન્તુ અંતર કેરું અશ્રુ ન લોયું;
ઓળખવામાં અવગણવામાં અજવાળાને ખોયું.
નહિ તો અવની હોત અનેરી સહેજ હોત જો જોયું !

ક્યાં છો ? હશો; જ્યાં હશો ત્યાં આ ભારતને નવ ભૂલ્યા,
સમસ્ત અવનીની અનુકંપા થકી હશો અતિમૂલા;
કરુણાસ્ત્રોત વહાવો તો ને માનવમનને પ્રેરો,
પીયૂષમાં પલટાયે સોમલ નંદનવનમાં નરકો,
કાદવ હો ત્યાં થાય કમળ, જો કૃપા એટલી વરસો !
અસીમ શક્તિ તમારી છે તો કરી એટલું શકશો.

તમે આ વસુધામાં વસતા,
હોત ઓળખ્યા સૌ કોઈએ જીવનમંગલ કરતા,
દશા થાત વસુધાની કેવી મધુર મોક્ષના કરતાં,
તમે આ વસુધામાં વસતા.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer