શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પ્રકટીને શું કીધું
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

તમે પ્રકટીને શું કીધું ?

અક્ષરમાં આલેખું કેમે કરું ચિત્રઅંકિત,
મંદિરમાં પધરાવું મંગલ સ્વર્ણમૂર્તિમંડિત,
સાંગોપાંગ વર્ણવું ક્યાંથી કોને જીવન દીધું,
આ પૃથ્વી પર પુણ્યલોકથી પ્રકટીને શું કીધું.

રણમાં રસમય કરી અનેરી વનસ્થલીની સૃષ્ટિ,
જેના આશ્રયથી આહલાદે પ્રાણ પામતાં તૃપ્તિ;
કેડી કીધી કરાળ વનમાં પોતે વિષને પીધું
પ્રદાન કરતાં સુધા સર્વને, સુખકર સ્મિતને દીધું.

વરસ્યા વિરલ વાદળી બનતાં આત્માને ઢંઢાળ્યો,
ધરી સૃષ્ટિને શુચિતા સ્નેહે માનવતામલ ધોયો;
મૃત્યુને પણ મધુમય મર્મે અમર બનાવી દીધું,
તમે પ્રકટીને શું કીધું, પ્રકટીને શું ના કીધું ?

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer