શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ક્યારે મળશે ?
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

અધર્મ વ્યાપે હ્રાસ ધર્મનો થતાં જગતમાં આવું,
ધર્મસ્થાપના કરવા માટે મંગલ મંત્રો લાવું,
યુગેયુગે પ્રકટું છું પ્રેમે કાઢ્યા એ ઉદગારો
એને અનુસરતાં અવનીનાં અંધકારને ટાળો.
તોપણ તંદ્રા માનવમનની પૂર્ણ છે નહીં તૂટી,
આ અવનીને ક્યારે મળશે પરમ શાંતિની બૂટી ?

નવી નવી કાયામાં પ્રકટ્યો પ્રકાશ એક તમારો,
વિવિધ સ્વરૂપે શક્યા પિછાની જ્ઞાની એ જ ઝગારો;
કર્યો પરિશ્રમ રસમય કરવા આ સૃષ્ટિને સારી
મધુર વાટિકા જેવી મંગલ વિશદ નેહભર ન્યારી;
એટલે જ આશાશ્રદ્ધાની જ્યોત ગઈ ના ખૂટી.
આ અવનીને ક્યારે મળશે પરમ શાંતિની બૂટી ?

તમે પ્રેમ પ્રસરાવ્યો, માનવ વેરને નથી ભૂલ્યો,
શાંતિ તણો સંદેશ સુણાવ્યો, અશાંતિમદથી ફૂલ્યો;
પથે પાથર્યો પ્રકાશ, એણે અંધકારને ઢાળ્યો,
એકતા તમે શીખવી તોપણ ભેદભાવને પાળ્યો.
તમે વહાવી કરુણા, એ ના કઠોરતાથી હાર્યો;
મિલકત મોંઘી રહ્યો તમારી અજ્ઞ નિરંતર લૂંટી,
આ અવનીને ક્યારે મળશે પરમ શાંતિની બૂટી ?

સંપત્તિના સુમેરુશૃંગે માનવને ના શાંતિ
એના અંતરમાં અંગાગે નથી કાયમી કાંતિ;
ભસ્મસાત્ કરવાને દુનિયાને કરે પ્રયોગો ભારે,
સુધા તમે સીચીં પણ નિશદિન શયન કરે અંગારે.
છતાં તમારો છે, પૃથ્વી છે તમારી જ આ ત્યારે
અકાળે જ સૌભાગ્ય એહનું જશે કદી ના ફૂટી.
આ અવનીને ક્યારે મળશે પરમ શાંતિની બૂટી ?

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer