શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સુખ
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

જે સુખ થાય માતૃગુણ ગાયે.
માતૃભૂમિસેવા કરતાં ને મર્યે માતૃભૂમિછાંયે
એ સુખની તુલના ન કરાયે, વર્ણન પૂર્ણ ન થાયે,
જે સુખ થાય માતૃગુણ ગાયે.

તપવ્રત તીરથ નીરસ લાગે એની આગળ સાચે,
યજ્ઞયાગ સ્વાધ્યાય નિયમમાં રસજ્ઞ કોણ જ રાચે ?
આસન પ્રાણાયામ ધારણા ગૌણ બની સૌ જાયે.
જે સુખ થાય માતૃગુણ ગાયે.

લૌકિક સુખવૈભવ આકાંક્ષા એનાથી ન વધારે,
સ્વર્ગ લાભ સિદ્ધિ કૈવલ્ય ન એથી મધુર લગારે;
જન્મોજન્મ સાંપડ્યે સુખ એ સાર્થકતા ના માયે.
જે સુખ થાયે માતૃગુણ ગાયે.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer