શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અર્ઘ્ય
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

શતાબ્દીનો આવ્યો અવસર અનેરો રસભર્યો
મહામૂલો મીઠો અતિવિરલ કો પર્વસરખો
તમારાં કાર્યોની સ્મૃતિ સુખદ ત્યારે અવનવી
ઉરે સ્ફુરી ઊઠે મધુર પણ સંવેદનભરી.

નહેરુ રાજેન્દ્રે પરમ સરદારે સ્મિત થકી
કર્યું લાલે અંતે પરમપથ પ્રસ્થાન જગથી;
પ્રજાની પીડાઓ વિષમ નવ સર્વે હજુ શમી,
વિલાઈ શક્તિ કે સ્મૃતિ નવ તમારી મધુમયી.

થયા સંગ્રામોયે, અભિનવ છતાંયે બળ લભી
કરે ધૈર્યસ્થૈર્યે પ્રગતિપથપે કૂચ જનતા,
અનોખા લક્ષ્યાંકો ગિરિશિખર શાં સિદ્ધ કરવા
જગાવીને આશાઅભય ધપતી આગળ સદા.

અભિલાષા ઉરો સેવે : શુભાશીર્વાદની સુધા
વિશ્વમાં વરસાવીને લુપ્તપ્રાય કરો વ્યથા.

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer