મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

રક્ષા કરોને
     
   
< BACK

અંજલિ

NEXT >

       

રક્ષા કરોને પ્રભુ ! અમારી,
છાયા ધરી દો પૂર્ણ તમારી.

દ્રષ્ટિથી દોષદર્શન ના કરીએ,
વાણી મધુમય મંગલ કહીએ,
કાયાથી સત્કર્મ સદાયે કરીએ,
સેવા કરીને સફળતા વરીએ....રક્ષા...

પ્રભુમંદિરે, સંતના દ્વારે,
પ્રયાણ કરીએ શ્રદ્ધાથી પ્યારે;
મનની સદાયે ચોકી કરોને,
ચરણકમળમાં એને ધરોને...રક્ષા...
 

રચના સમયના મનોભાવો

સાચી રક્ષા પ્રભુ સિવાય કોણ કરી શકે? આ પદમાં માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રનું રક્ષણ કરવા પ્રભુને પોકાર પાડવામાં આવ્યો છે.

મન-કર્મ-વચનથી પરમ પવિત્ર બની જઈએ. આંખથી ખરાબ જોવાય નહીં. વાણી મંગલમય સત્ય બને. શરીરથી સત્કર્મથી કોઈકને ઉપયોગી થઈને, સેવા કરીને, જીવનને સફળ બનાવીએ એવી પ્રાર્થના સાથે સર્વ દૂષણોમાંથી રક્ષા કરવાનું પ્રભુને કહેવામાં આવ્યું છે.

અમારાં ચરણો પણ મંદિર કે સત્સંગભવન તરફ જ વળે, પૂર્ણ શ્રદ્ધાભક્તિથી સંતનો સમાગમ કરીએ, ત્યારે અમારા મનમંદિરમાં કોઈ અપવિત્ર વિચારો ન રહે તેનું ધ્યાન રાખવાનું પ્રભુને જણાવ્યું છે. અમારા મનને પણ, હે પ્રભુ! તમારા શ્રીચરણે સ્વીકારી લો, જેથી સર્વપ્રકારની રક્ષા થઈ શકે.

એવી રક્ષા થશે તો પ્રભુ કાંઈ દૂર નહીં રહે. પ્રભુની કૃપાથી રક્ષા થશે અને એક દિવસ પ્રભુની પૂર્ણ છત્રછાયામાં મહાલવાનું સદભાગ્ય સાંપડશે એવી અભીપ્સા વ્યક્ત થઈ છે.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અંજલિ' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer