મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ભજ મન શ્રી ગુરુદેવ
     
   
< BACK

અંજલિ

NEXT >

       

ભજ મન શ્રી ગુરુદેવ,
યોગેશ્વર સુખધામ.
યોગેશ્વર ગુરુદેવા, યોગેશ્વર ગુરુદેવા...ભજ મન...

તારણહારા આપ છો મારા,
તપથી શીઘ્ર પ્રસન્ન થનારા,
મનહર મંગળ કામ, યોગેશ્વર સુખધામ...ભજ મન...

સ્વયં જ્યોતિરૂપ શાંતિદાતા,
પ્રકટ પુરુષ છો વિશ્વવિધાતા,
પરદુઃખભંજક શ્યામ, યોગેશ્વર સુખધામ...ભજ મન...
 

રચના સમયના મનોભાવો

ભક્તને માટે ભગવાન જ સર્વ કાંઈ છે; અને ગુરુભક્તિમાં શિષ્યને માટે ગુરુ જ તારણહાર મનાય છે.

આ પૃથ્વી ઉપર સદગુરુ પ્રત્યક્ષ પ્રભુના સ્વરૂપમાં આવે ત્યારે તેઓ જ સુખ અને શાંતિનું ધામ બની જાય છે.

શિષ્યની સાચી તપશ્ચર્યાથી જ તેવા સદગુરુ પ્રસન્ન થાય છે. દુન્યવી પદાર્થોથી તો શિષ્ય સદગુરુને પ્રસન્ન નથી જ કરી શકતો.

તનમનથી જો સદગુરુને શરણે જવામાં આવે તો જીવનનું ધ્યેય સંપૂર્ણપણે પામી શકાશે. મંગલમય જીવનનું પ્રભાત સદગુરુનાં શ્રીચરણે અનુભવવા મળશે.

આ પદ પણ નાનકડી ધૂન જેવું જ છે.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અંજલિ' માંથી)

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer