|
કુદરતને ખોળે
જન્મીને કુદરતમય જીવન ગાળ્યું
માનવતાનાં મૂલ્યો માટે વિતાવ્યું જીવન સારું
પવિત્ર જીવન જીવનારાં હે માતતાતને નમન કરું
અર્પો આશીર્વાદ અહર્નિશ એ જ ભાવના હૃદય ધરું
શૈશવમાં રામાયણરસની લ્હાણ ધરી સપ્રેમ મને
પ્રાર્થના તણો પ્રેમ જગાવ્યો આરંભમહીં પૂર્ણપણે
શ્લોકો તેમજ મંત્રો શીખવ્યા પ્રાતઃસ્મરણ તણા ત્યારે
નમન કરું એ માતપિતાને આશીર્વાદ સમાં મારે.
વિદ્યાભ્યાસ
કરાવ્યો ભાવે સંસ્કારો સીંચ્યા ન્યારા
આઘાતો સહેવા બળ આપ્યું આદર્શો જગવ્યા સારા
ધીરજ ને હિંમત પ્રગટાવી અભય તણો ગાયો મહિમા
વંદન એવા માતપિતાને આશીર્વાદ સમાં મારે
સ્વાશ્રયનો
સંદેશ સુણાવી અવાજ આતમનો આવ્યો
ત્યારે સહયોગ મને આપ્યો વિરોધ કેમે ના ફાવ્યો
આતમના માર્ગે ધપવાને આપ્યા આશીર્વાદ વળી
પ્રણામ એવા માતપિતાને આજ કરું હું પ્રેમ ધરી
-------
You were born in the lap of
nature; you lead a simple life
Your entire life was a living example of humanity,
I hold one aspiration in my heart, shower your blessings
O my Beloved parents! I bow down to You
As a child, you instilled a love for the Ramayana in me
You awakened my love for prayers from the very beginning
You taught me to recite shlokas & mantras at dawn
You're truly a blessing! O my Beloved parents! I bow down to You
You encouraged me to study; You instilled strong values
You gave me the strength to endure; You implanted ideals
You taught me patience, courage and fearlessness
You're truly a blessing! O my Beloved parents! I bow down to You
You respected the voice of my soul and let me be on my own
You supported me whole-heartedly; You didn't give anyone a chance to oppose
You blessed me wholeheartedly for my progress
You're truly a blessing! O my Beloved parents! I bow down to You
|