|
યોગેશ્વર માવડી રે, જનમો જનમની
પહેરાવી જેણે પાવડી રે, જીવન વન મહીં
પ્રભુના પ્રેમની પાવડી પહેરાવી
પગલાં પડાવે ધીરે ધીરે,પકડીને બાંય મારી....યોગેશ્વર
યુવાની થનગનતી આવી જીવનની
જ્ઞાન દીપ ત્યાં પ્રગટાવી,પ્રભુપંથે મને વાળી....યોગેશ્વર
શ્યામલ રૂપ ધરી સૃષ્ટિ સજાવતી
સ્નેહલ સૂર સંભળાવી, સ્નેહલ સૂધા પાઈ....યોગેશ્વર
અમૃતે ભરેલી અનુરાગે મઢેલી
પ્રેમની પાવન મૂર્તિ ,પ્રસન્નતાની સૃષ્ટિ...યોગેશ્વર
જીવનવાટની પાવન પરબડી
પ્રેમના પાન કરાવી ,સંતૃપ્ત કરી દેતી....યોગેશ્વર
વસમા વિયોગને વિતાવી દે માડી
વ્હાલની વર્ષા વરસાવી,અંકે લે સમાવી....યોગેશ્વર
-------
O Yogeshwar!
My Beloved Mother of many lifetimes
You cared for my every single step throughout my life
You graced me with the
Divine's love and
You watched carefully as I slowly tread HIS path,
While holding your caring hand all the time ...O Yogeshwar!
You carefully preserved my
youthful enthusiasm
You lit the flame of discretion
And turned me towards the Divine…O Yogeshwar!
You filled my inner world with
your presence,
You made me listen to Your melodious tunes
And soaked me with Your heavenly love…O Yogeshwar!
You are overflowing with
Divine Nectar
You are an idol of love and purity
And my only world of delight…O Yogeshwar!
You are the thirst quenching
fountain of my life
You fill my heart with your divine love
And give me complete satisfaction…O Yogeshwar!
You can remove obstacles in a
split second
You can cut short my age-old separation
And take me into Your embrace…O Yogeshwar!
|