મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સારથિ બનીને
     
   
< BACK

અર્ઘ્ય

NEXT >

       

સારથિ બનીને જીવન મારું ચલાવજે વ્હાલથી રે,
વિનંતિ વ્હાલ ધરીને કરું છું વ્હાલા આજથી રે..સારથિ બનીને

ભૂલી ભટકતી ભાવે ભરેલી, તરવાને ભવજળને આવી,
પ્રભુ દ્વારે જાકારો ના કદી આપજે રે..સારથિ બનીને

પાપ તાપ ક્ષણમાં જ સમાવી સુધા છલેલી છાયા ઢાળી,
થાક મટાડી શાશ્વત શાંતિ આપજે રે...સારથિ બનીને

હિમગિરિ જેવી શ્રદ્ધા ભરજે, પ્રેમ-ભક્તિથી પાવન કરજે,
પ્રભુપંથે પ્રતિદિવસ ચલાવજે પ્રેમથી રે..સારથિ બનીને

તને જ જપતી, તને જ સ્મરતી, તને જ વાતો દિલની કરતી,
સખી બનીને સાંભળજે સ્નેહે વાતડી રે...સારથિ બનીને
 

રચના સમયના મનોભાવો

જીવનમાં સાચી સમજ પ્રગટી. સર્વેશ્વરનું શરણું લેવાની દ્રઢ ભાવના જીવનમાં વણાઈ ગઈ. આ સંસાર-સાગરને એકલે હાથે સદગુરૂની કૃપાથી તરી જવાની તમન્ના જાગી ઊઠી.

ત્યારે અંતરથી જીવન પ્રભુને સોંપી દીધું. આજ સુધી અનેક ભકતોની જેણે સંભાળ રાખી છે જ પ્રભુ મારી પણ સંભાળ રાખશે. મને પણ શ્રદ્ધાભક્તિથી સંપન્ન કરશે. શાંતિ પણ ધરશે.

મારા જેવી અજાણ પ્રવાસીને પ્રભુ સખી બનીને સંભાળશે,સાંભળશે. એવી શ્રદ્ધા સાથે પ્રભુના ચરણે આ રીતે ભાવોની અભિવ્યક્તિ થવા લાગી.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અર્ઘ્ય' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer