|
|
મા સર્વેશ્વરી રચિત
॥
ગુજરાતી ભજનો ॥
અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના,
સ્તુતિ, આરતિ અને સ્તોત્ર |
|
|
<<
HOME
| ADHYATMA
|
AUDIO |
BOOKS
|
BHAJANS |
KAVITA
|
RAMAYAN |
MAHABHARAT |
UPANISHAD
|
SARAL GITA
| MORE >> |
|
|
હીંચકે ઝૂલવા આવો
|
હીંચકે ઝૂલવા આવો મારા વ્હાલા,
પ્રેમે પાથરણાં પાથર્યા રે....હીંચકે
એકલી અટૂલી ઝુલૂં છું હીંચકે,
આવને અલબેલડા આજે રે... હીંચકે
રોજ રોજ વ્હાલા એક જ કહેવું,
આવીને બેસ મારી પાસે રે.... હીંચકે
સાનમાં સમજી લેને જરી શામળા,
છાનો માનો આવજે સાચે રે..... હીંચકે
મીઠી મધુરી વાતલડી માંડવા,
પાસે આવીને વિરાજજે રે.... હીંચકે
પ્રેમના બંધન પ્રેમે સ્વીકારી,
વેળાસર આવજે વ્હાલા રે.... હીંચકે
સ્નેહની રેશમ દોરે ઝૂલીશું,
શ્યામસુંદર તારી સાથે રે..... હીંચકે
રાધા કદી જો આવે તને તેડવા,
બેસાડીશું એને સાથે રે..... હીંચકે
રાધાની સંગે શોભે મારો શામળો,
અવિનાશી અલબેલો રે... હીંચકે
|
|
રચના સમયના મનોભાવો |
|
મૌનમંદિરમાં પૂ. શ્રી મોટાએ
દરેક ઓરડામાં હીંચકાની વ્યવસ્થા કરી છે. દરરોજ સવારે હીંચકા ઉપરની ગાદીને
વ્યવસ્થિત કરીને ધોયેલી ચાદર પાથરવાની હોય છે.
એ ક્રિયા સમયે દરરોજ વિચાર
આવતો કે દરરોજ હીંચકો તૈયાર કરું છું તો ઉપર શું મારે એકલીએ જ ઝૂલવાનું ?
હીંચકા ઉપર બેસનારા
સર્વશ્રેષ્ઠ સાથીદાર તરીકે શ્યામને બોલાવીને તેની સાથે બેઘડી સુખદુઃખ ની
વાતો કરીએ એવી ભાવસૃષ્ટિમાંથી મૌનમંદિરમાં આ ભાવના સ્ફૂરી. |
|

(મા સર્વેશ્વરી
કૃત
'અર્ઘ્ય'
માંથી) |
|
|
|
|
|
|
Home
|
Adhyatma
|
Shri Yogeshwarji
|
Maa Sarveshwari
|
SarvaMangal
|
Swargarohan
|
Site Map
|
News
|
|Audio/video|
Books |
Contacts
|
Download |
FAQ
|
Feedback
|
Glossary
|
Guest Book |
Links
|
Photo Gallery
|
Search |
What's New? |
|
|
Copyright
©
2002-2008 by Swargarohan, Danta Road, Ambaji,
North Gujarat, INDIA. All
Rights reserved. See
Disclaimer |