મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સાહેલી મેં દીઠી
     
   
< BACK

અર્ઘ્ય

NEXT >

       

સાહેલી મેં દીઠી રે સંતસ્વરૂપમાં...

જીવનવાટ ત્રિતાપથી ભરેલી,
પ્રભુની પરબ ત્યાં દીઠી.....સાહેલી....

પ્રભુની પરબ પર સંત સાહેલડી,
મધથી મીઠી એવી દીઠી...સાહેલી....

પૂર્વ જન્મની પ્રીતડી જગાડી,
પ્રીતથી પ્રસન્ન મને કીધી....સાહેલી....

સંજીવની શિવસ્નેહની પીવાડી,
સમર્પિત થઇ જીન્દગાની....સાહેલી....

પાનખર પામેલા જીવનબાગની,
માલણ બનીને આવી...સાહેલી...

પ્રભુપ્રેમના પદ્મ પુષ્પ પ્રગટાવી,
ઋતુરાજ રૂપ ધરી આવી...સાહેલી....

વિવિધ વેશ ધરી વ્હાલ વરસાવતી,
વિજોગણ બનીને આજ બેઠી...સાહેલી...

જીવનસખી બની બેઠી યોગેશ્વરી,
ચૂડી ને મૂડી બની મારી....સાહેલી....
 

રચના સમયના મનોભાવો

શીતલતા, પ્રસન્નતા, શાંતિ, મઘુરતા, સ્થિરતા, જીવનમાં એક એવા સ્થાન ઉપર સામાન્ય રીતે અનુભવવા મળતાં હોય છે તે સ્થાન માતાનું હોઈ શકે. તે સ્થાન મિત્રનું હોય શકે. તે સ્થાન પ્રભુનું હોઈ શકે પ્રભુને મા રૂપે ભજવાનું બન્યું તો વળી પ્રભુ મારા શ્રેષ્ઠ મિત્ર છે. પ્રભુ મારા સંતસ્વરૂપે શ્રેષ્ઠ સાહેલી છે એવું પણ અનુભવ્યું.

સર્વભાવે સર્વપ્રકારે ભજીને પ્રભુને પ્રત્યક્ષ કરવાની ઝંખના જાગી ત્યારે પ્રભુએ સખી બનીને મને શું શું આપ્યું એની સપષ્ટતા અહીં થઈ શકી.

જીવનસખી જીવનની મૂડી બની ગઈ.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અર્ઘ્ય' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer