મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

જીવનવાટે મળ્યા
     
   
< BACK

અર્ઘ્ય

NEXT >

       

જીવનવાટે મળ્યા છે મુરારી,
જીવન એને ધરીએ રે.....જીવનવાટે

જીવનવાટે આવી એક ઝુંપડી,
એમાં બેઠા છે સંત સુજાણ...જીવનવાટે

નિયમો નીતિના પાળીને પહોંચીએ,
પ્રભુનું લેતા જઈએ નામ...જીવનવાટે

શ્વેત વસ્ત્રો શોભે એના અંગે રે,
સુખસાગર શાંત સ્વરૂપ...જીવનવાટે

સૂર્યતેજ નીતરતું અંગે રે,
ચાંદની ચંદ્રની વદને રેલાય...જીવનવાટે

મધુર મુખ પ્રસન્ન પ્રભુ રેવું,
જોતાં જીવન ઝૂકી જાય....જીવનવાટે

જ્ઞાનગંગા વહે એની વાણીમાં,
પગલાં પાડે ત્યાં તીર્થ મંડાય...જીવનવાટે

એ તો દર્શન કરે નિત બ્રહ્માનાં,
પોતે બની ગયા બ્રહ્મા સ્વરૂપ...જીવનવાટે

સર્વ દેવો વસે એના દેહમાં,
ચરણે સઘળાં તીર્થ સમાયા....જીવનવાટે

નામ ધાયુઁ યોગેશ્વરજી એણે,
એને આંગણે મુક્તિ વેચાય...જીવનવાટે

સાચા સંત મળ્યા સદભાગીને,
એને સેવ્યાથી ભવરોગ જાય...જીવનવાટે

સોંપી દઈએ સુકાન એને સ્નેહથી,
એતો ઉતારે ભવજળ પાર...જીવનવાટે

તર્ક વિતર્કો છોડીને સધળા રે,
એની છાયામાં મ્હાલીએ આજ....જીવનવાટે

સાચા સંતોની સંગત ન્યારી રે,
ગુરૂકૃપાએ અનુભવી સાચ....જીવનવાટે

સાચી વાત સૂણો મારી સાહેલી,
સંત ચરણે મળે સુખસાર...જીવનવાટે
 

રચના સમયના મનોભાવો

પવિત્ર જીવનની વાટે પ્રભુનું પ્રત્યક્ષ સ્વરૂપ પણ ઘણીવાર અપ્રગટ બનીને પ્રેરક બનતું હોય છે. પણ તેને ઓળખવું અતિ કઠીન છે. માનવ સ્વરૂપ ધરીને જ એ સ્વરૂપ આપણી પાસે સંતના રૂપે આવતું હોય છે. તો એવા માનવરૂપધારી પ્રભુને પામવા માટે સંતનું શરણું લેવું જરૂરી છે. સંતચરણે પ્રભુને પામી શકાય છે. એવો અનુભવનો રણકાર આ પદમાં જોવા મળે છે.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અર્ઘ્ય' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer