મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વ્હાલા તારે ચરણે
     
   
< BACK

અર્ઘ્ય

NEXT >

       

વ્હાલા તારે ચરણે ધર્યું જીવન મારું રે,
હવે ચિંતા કર્યે શું વળે જીવન બન્યું તારું રે.... વ્હાલા

તું સુઝાડે ને તું જ કરાવે જપ, તપ સાધનને,
તારી લીલા અપરંપાર પાર પમાયે શે...... વ્હાલા

તારા નામે જીવન ઝૂકાવ્યું તો તેં ગણ્યું તારું રે,
માડી બનતાં અંકે લીધું કૃતાર્થ કયુઁ ન્યારું રે... વ્હાલા
 

રચના સમયના મનોભાવો

મૌનમંદિરમાં પ્રભુની કૃપાથી જવાનું બનતું ત્યારે ત્યારે સહજ વિચાર આવતો કે આ એકાંતસેવન કોણ કરાવે છે ? આ માર્ગે જપતપ કરવાની પ્રેરણા કોણ આપે છે?

સર્વસમર્થ સદગુરુને શ્રી ચરણે જીવન ધયુઁ તો તે જ આપણા જીવનને સંભાળે છે. પછી ચિંતા જ ક્યાં રહી? નિશ્ચિંત બનીને પ્રભુને શ્રી ચરણે બેઠાનો સંતોષ અહીં વ્યક્ત થયો છે.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અર્ઘ્ય' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer