મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

મારા દિલડાના મહાદેવ
     
   
< BACK

અર્ઘ્ય

NEXT >

       

મારા દિલડાના મહાદેવ,
પધારો દિલમંદિરમાં આજ.... મારા

રાજ રાજેશ્વર દેવ દેવેશ્વર લેજો અંકે બાળ,
માવડીરૂપે પ્રેમે પધાર્યા તો તેડી લો તારણહાર... મારા

સંસારની ઝંઝટને છોડાવી તેડી લો સત્વર પાસ,
હવે વધુ ના તલસાવો મુજને લઈ લો યોગેશ્વરનાથ.... મારા

જીવનભરની પૂજા સ્વીકારો ચરણે સમાવો નાથ,
પ્રેમનાં પૂષ્પો શ્રદ્ધાના દીવડા અપુઁ છું પ્રભુ આજ... મારા

અણધાર્યા અધવચ્ચે પધાર્યા અલખ નિરંજન નાથ,
આવ્યા છો તો ક્યાંયે જશોના, વિનંતિ સૂણજો નાથ.... મારા
 

રચના સમયના મનોભાવો

જીવનમાં પ્રથમવાર જ જ્યારે મૌનમંદિરમાં બેસવાનું બન્યું ત્યારે સૂક્ષ્મ સાથીદાર તરીકે પ્રભુ જ સાથે હતો. તેને મારા જપતપની પૂજા સ્વીકારવા, શ્રી ચરણે સ્વીકારવા અને દર્શન આપીને ક્યાંયે પણ જવાની વિનંતી કરવામાં આવી હતી.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અર્ઘ્ય' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer