Swargarohan's

Books Corner

 

Shri Yogeshwarji's contribution to Gujarati literature

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 
Shri Yogeshwarji - Gujarati saint and literate

Shri Yogeshwarji's

Books

E-Books

 

Explore other categories of your choice

Articles

Bhajans

Biography

Characters
Inspirational
Novel
Q & A
Scriptures
Translation
and more ..
Dhoop Sugandh

 

Book at a glance

Type Inspirational incidents
Pages 103
Language Gujarati
Published 1967
Publisher Prerana Prakashan, Mumbai

Read online

DHOOP SUGANDH

 

ધુપની સુગંધ જેટલી આનંદદાયક અને આકર્ષક લાગે છે એટલી જ, બલ્કે એથી પણ આનંદદાયક અને આકર્ષક સુગંધ સદવિચારો, સદભાવો અને શુભપ્રસંગોની હોય છે. જીવનમાં એ નવો રસ પ્રકટાવે છે તથા નવી પ્રેરણા અને તાજગી બક્ષે છે. એમની સ્મૃતિ અને વારંવારની સ્મૃતિ પણ સુખદ હોય છે.

આ પુસ્તકમાં પ્રગટ થયેલા પ્રસંગો પણ એવા જ પ્રેરક અને સુખદ છે. એમના વાચનમનનથી સૌને ઓછાવત્તા પ્રમાણમાં લાભ થશે એવી આશા છે.

આવા જ પ્રેરક પ્રસંગોનો એક બીજો સંગ્રહ 'પરબનાં પાણી' નામે તાજેતરમાં જ પ્રગટ થયો છે. વાચકોને એ જેમ ખુબ જ ગમ્યો છે, તેવી રીતે આ સંગ્રહ પણ ગમશે જ. આમાં સમાવાયેલાં બધા પ્રસંગો પણ રાજકોટથી પ્રકટ થતા દૈનિક 'ફુલછાબ'માં ક્રમેક્રમે છપાયેલા અને વાચકોના વિશાળ વર્ગની ચાહના પણ પ્રાપ્ત કરી ચુકેલા. એ જ પ્રસંગો હવે પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય છે ત્યારે, એ સિવાયના બીજા વાચકોને પણ ઉપયોગી થઈ પડશે એવી આશા છે.

વાચકો ગુણજ્ઞવૃત્તિથી પ્રેરાઈ આ પ્રસંગોના સારને જીવનમાં ઉતારશે એવી આશા રાખું તો તે વધારે પડતી નહિ લેખાય.

 

- યોગેશ્વર

  

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer