શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

તારું જીવન
     
   
< BACK

આલાપ

NEXT >

       

તારું જીવન વેગે વહી જાય, પ્રેમ કરી પ્રભુને ભજી લે.
મોંઘું જીવન વેગે વહી જાય, પ્રેમ કરી પ્રભુને ભજી લે.

સોનાની ખાણ મળે નિર્ધનને જેવી,
મોંઘી છે જિંદગી મળી તને તેવી,
જાણે તો દળદર બધું યે જાય, પ્રેમ કરી પ્રભુને ભજી લે...તારું.

સેના છે નાની ને મોટો મહારથી,
રથમાં બેઠેલો છે તેવો મોટો રથી
તેને સેવ્યે વિજય ખરો થાય, પ્રેમ કરી પ્રભુને ભજી લે...તારું.

દુનિયાના રંગોને જોઈ ના ભૂલતો,
વૈભવ ને વાસનાના જોરે ના ઝૂલતો,
ઝૂલી પ્રભુના પરમ રસમાંહ્ય, પ્રેમ કરી પ્રભુને ભજી લે...તારું.

'પાગલ' થૈ જીવનમાં ભજવાનો સાર છે,
પ્રભુની સાથે જ જેણે જોડેલો તાર છે,
તેને સેવ્યાથી સિદ્ધ બધું થાય, પ્રેમ કરી પ્રભુને ભજી લે...તારું.

 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'આલાપ'  માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer