શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ગુરૂ વિના ઉરને
     
   
< BACK

આલાપ

NEXT >

       

ગુરુ વિના ઉરને કોણ ઉજાળે ?

યુગયુગનાં અંધારપડળને બીજું કોણ ઉતારે ?
પાવન કરશે કોણ પતિતને ઉદધિમધ્ય ઉગારે ?...ગુરુ વિના

કોટિ કલ્પની જૂની ઝંખના વેદન કોણ શમાવે ?
એકલદોકલ અથડાતાને ધ્રુવપદ કોણ બતાવે ?...ગુરુ વિના

પ્યાસ શમાવે, શ્રદ્ધા મટાડે, અશાંતિ તમે જ મારે,
કોણ પ્રાણને ન્હવરાવી દે કૃપા-ધન્યતા-ધારે ?...ગુરુ વિના

તપ્ત હૃદયની છાંય બને ને કોણ અમીરસ ઢાળે,
જ્યોતિ બનીને જીવન આપે, પ્રકટે અંતર-તારે ?...ગુરુ વિના

સાગર ગોપદ જેમ કરી, વાયુ વહેતો વાળે,
અન્ય નથી કોઇય કૃપાળુ દુઃખદર્દ જે મારે...ગુરુ વિના

સમર્થ સદગુરુ જગદગુરુ, જે શરણે આવે તારે,
મંગલમયી થઇને માતા તેને નિત્ય તું પાળે...ગુરુ વિના

સુધામય વળી સાર રૂપ તું એક જ આ સંસારે,
‘પાગલ’ સેવે તેથી તુજને હર સ્થળ ને હર કાળે...ગુરુ વિના
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'આલાપ'  માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer