શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

આવો અવસર
     
   
< BACK

આલાપ

NEXT >

       

આવો અવસર ફેર ન આવે, આવો અવસર ના આવે
માનવજીવન મોંઘું પામી ફોગટ કેમ ગુમાવે ?...આવો.

ઊઠ તજીને આળસ પ્રભુની પ્રીત કરી લે ભાવે,
સાગર સુખનો બની જશે તું, ગુણ જો પ્રભુના ગાવે...આવો.

માન્યું મંદિર મુક્તિ તણું આ જે તેથી પ્રભુ ધ્યાવે,
તેનાં બંધન તૂટે સઘળાં, શાંતિ સનાતન પાવે...આવો.

પ્રેમ તણા મધુરસમાં 'પાગલ' ન્હાયે ને ન્હવરાવે,
ભજી રહ્યો હું, તમેય પ્રભુજી, ભજી લો મને ભાવે...આવો
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'આલાપ'  માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer