શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અંબામાતાની સ્તુતિ
     
   
< BACK

અંબા માતા

NEXT >

       

જય અંબે માત ભવાની!
ત્રિપુરા દુર્ગા હે મા કાલી! અનંત નામ અનામી ... જય અંબે

પ્રેમ તમારો વરસાવી દો, વિનંતી મારી માની
દર્શનનું દો દાન નયનને, કહું ખરાં તો દાની ... જય અંબે

બાલ તમારો પ્યાસી બેઠો, મિથ્યા બીજાં પાણી
પ્રેમતણું પય પાઓ મુજને, અંતરની ગત જાણી ... જય અંબે

અક્ષય અમૃતનાં ઓ વાસી, બોલો અમૃતવાણી
નશો ચડાવો પ્રેમ ભક્તિનો, પ્રેમ થકી લો તાણી ... જય અંબે

હૃદયમહીં ફકત તમે રાજો, ખેલો ઘટઘટ માંહી
તમારા વિના બધું ભૂલાવો, ઢોળી કૃપાનું પાણી ... જય અંબે

પ્રેમે પ્રાર્થું કર બે જોડી, યાચું અન્ય ન કાંઈ
તમે જુઓ મુજને ને તમને રહું સદાય નિહાળી ... જય અંબે

Shri Yogeshwarji

                 ( રચયિતા - શ્રી યોગેશ્વરજી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer