શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ભગવાન કૃષ્ણની સ્તુતિ
     
   
< BACK

ભગવાન કૃષ્ણ 

NEXT >

       

વંદન નંદ-યશોદા નંદન (૨)

માત દેવકીનાં પ્રિયનંદન,
કરો અસુરદળ કેરું ખંડન,
પ્રણિપાત પરમ યદુકુલચંદન ... વંદન નંદ-યશોદા નંદન


મન મથુરાના મંગલવાસે,
મૂર્તિ મધુરી નિશદિન હાસે,
અંતર કરતું પ્રેમે ક્રંદન ... વંદન નંદ-યશોદા નંદન

ભાવ ભક્તિની નિર્મળ યમુના,
વહે નિરંતર રમણ કરો ત્યાં,
અરજી એ અઘ અખિલનિકંદન ... વંદન નંદ-યશોદા નંદન


વેણુ વગાડો રાસ રમાડો,
તરસ તમારી તીવ્ર લગાડો,
અર્પીએ આત્મિક અભિનંદન ... વંદન નંદ-યશોદા નંદન


પ્યાસ તમારી આશ તમારી,
ઉર ઉપવનમાં રસની ક્યારી,
સફળ કરો હે મુનિમન મંડન ... વંદન નંદ-યશોદા નંદન


અંતરમાં શુચિ ભાવ ભરી લો,
દર્શન દેતાં ધન્ય કરી દો,
સાર્થક સર્વ કરી દો સ્પંદન ... વંદન નંદ-યશોદા નંદન

Shri Yogeshwarji

                 ( રચયિતા - શ્રી યોગેશ્વરજી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer