શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્રી ગીતાજીની સ્તુતિ
     
   
< BACK

ભગવદ્ ગીતા

NEXT >

       

જય જય મંગલ ગીતા માત
ક્લેશવિનાશક શાંતિ પ્રદાયક, સુખકારક રસમય રળિયાત ... જય જય

કુરૂક્ષેત્રના પુણ્ય પ્રદેશે અર્જુન શોકનિવારણ કાજ,
ભગવદ્ મુખથી પ્રકટ થયેલી સજી વિવિધ શાસ્ત્રોનાં સાજ ... જય જય

જ્ઞાન યોગ ભક્તિ કર્મ તણાં મર્મના કર્યા સહજ ઉકેલ,
જીવનની ઉન્નતિના મંત્રો ઉદબોધ્યા ક્રમવાર અનેક ... જય જય


અસત્યમાંથી પરમસત્યમાં, અવિદ્યા થકી પરમ પ્રકાશ,
મૃત્યુ મહીંથી અમૃત રસમાં પ્રવેશવાની ગાઇ વાત ... જય જય


અનાસક્ત ભાવે કર્મ કરી સાધીએ સર્વતણું શ્રેય,
અનુગ્રહ કરો એવો અમ પર, ચાલી સત્પથ પર દિનરાત ... જય જય

Shri Yogeshwarji

                 ( રચયિતા - શ્રી યોગેશ્વરજી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer