|
|
|
Gopi Geet
(Cries for Krishna)
|
Verses 11-15 |
चलसि
यद्व्रजाच्चारयन्पशून्
नलिनसुन्दरं नाथ ते पदम् ।
शिलतृणाङ्कुरैः सीदतीति नः
कलिलतां मनः कान्त गच्छति ॥ ११॥ |
|
પશુ લઈ તમે જાવ ચારવા, વ્રજ
થકી વને ગાય પાળવા,
કમળથીય છે પાય કોમળા, નિરખતાં ખરે થાય છે વ્યથા.
તણખલાં વળી કષ્ટ આપશે, સહન દુઃખ એ
શેં કરી થશે?
કઠિન ભૂમિનો સ્પર્શ શેં થશે?
કઠિન ભૂમિનો સ્પર્શ શેં થશે?
------- |
|
दिनपरिक्षये
नीलकुन्तलै-
र्वनरुहाननं बिभ्रदावृतम् ।
घनरजस्वलं दर्शयन्मुहु-
र्मनसि नः स्मरं वीर यच्छसि ॥ १२॥ |
|
દિન પૂરો થતાં ગૌ લઈ ફરો,
મધુરકેશ હે, ચિત્તને હરો;
રજ છવાયેલી પદ્મશા મુખે, નિરખિયે અમે દ્રશ્ય તે સમે,
હૃદયમાં થતો પ્રેમ તે સમે,
મિલન માગતાં વીર હે અમે.
------- |
|
प्रणतकामदं
पद्मजार्चितं
धरणिमण्डनं ध्येयमापदि ।
चरणपङ्कजं शंतमं च ते
रमण नः स्तनेष्वर्पयाधिहन् ॥ १३॥ |
|
સતત સેવતાં દિવ્ય ભક્તની,
સકલ કામના પૂર્ણ જે કરે.
ચરણ પદ્મજા પૂજ્ય તે ખરે,
ભૂષણ ભૂમિના કષ્ટને હરે.
ચરણ તે તમે પ્રેમથી સદા, ઉર પરે મૂકો તાપ કે ટળે.
------- |
|
सुरतवर्धनं शोकनाशनं
स्वरितवेणुना सुष्ठु चुम्बितम् ।
इतररागविस्मारणं नृणां
वितर वीर नस्तेऽधरामृतम् ॥ १४॥ |
|
મિલન આશને જે વધારતી,
સ્વરિત વેણુથી છે ચુમાયલી
ઈતર રાગ સૌને ભૂલાવતી, ક્ષણિક સ્વાદથી સ્વર્ગ આપતી,
પરમ પાવ તે ખૂબ પ્રેમથી, પ્રણયની સુધા ક્લેષ કાપતી.
------- |
|
अटति यद्भवानह्नि
काननं
त्रुटिर्युगायते त्वामपश्यताम् ।
कुटिलकुन्तलं श्रीमुखं च ते
जड उदीक्षतां पक्ष्मकृद्दृशाम् ॥ १५॥ |
|
વનમહીં તમે જાવ તે સમે,
યુગસમી ક્ષણો દીસતી ખરે;
વદન કેશથી યુક્ત દેખતાં, દિન પૂરો થતાં શાંતિ શી મળે,
પણ થતું સદા ચિત્તમાં ફરી, મુરખ પાપણો જેહણે કરી. |
|
|