શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કરશો પાર જહાજ
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

તમે મારું કરશો પાર જહાજ (2)

થાયે ડગમગ, હાલે રગરગ,
આવે ઘોર અવાજ
શ્રધ્ધા મારી તોય ન તૂટે,
કેમે કરતાં આજ ... તમે મારું

ગરજે ઘોર તરંગો ભારે,
વાજે વાયુ પખાજ
ચારે કોર તિમિરદળ છાયા,
વર્ષા કરતી કાજ ... તમે મારું

ઘડી ગમે તેવી છો આવે,
લેશ મને ના દાઝ,
સલામત તમારા હાથમહીં
સદાયે મારી લાજ ... તમે મારું

આંસુ નથી કૈં ક્લેશ ન મારે,
હે મારા શિરતાજ,
'પાગલ' કરોને જરુર કિનારે,
આજે ગરીબનિવાજ ... તમે મારું
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer