શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

મારે તારો આધાર
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

મારે તારો આધાર, જીવનના જંગમાં
તારો એક જ આધાર, જીવનના જંગમાં.

બીજા આધાર કશા કામ ના આવે,
દુઃખ તેમ દર્દનો અંત ના લાવે;
આપે કંઈ ના આરામ, જીવનના જંગમાં ... મારે તારો આધાર

તારા વિના કહેને કોનો આધાર છે?
પ્રેમદયાસિંધુ કોણ ગુણનો આગાર છે?
કોણ શક્ત કરવા ઉધ્ધાર, જીવનના જંગમાં ... મારે તારો આધાર

ભુલ્યાનો ભોમિયો ને અંધતણી આંખડી,
છાયા સંતપ્તતણી, પંખીની પાંખડી,
તું તો તારણહાર, જીવનના જંગમાં ... મારે તારો આધાર

સંત કે મહંત વળી દેવોની પાસે,
છોડી તને જે આશાથી જાશે,
તેનું સરશે ના કામ, જીવનના જંગમાં ... મારે તારો આધાર

સૌને છોડીને તારી પાસે પધાર્યો,
આશા રાખીને તારી પાસે હું આવ્યો;
બીજે લાગે ના સાર, જીવનના જંગમાં ... મારે તારો આધાર

પંડિત ને તપસી જે તુજને ભૂલેલા,
મમતા ને મદના જે દરિયે ડૂબેલા,
તે તો પામે ના પાર, જીવનના જંગમાં ... મારે તારો આધાર

'પાગલ' થૈ પ્રેમની વર્ષા વરસાવ તું,
તારો કરી દે મને, કદિ ના તલસાવ તું,
કંપી જાયે છો કાળ, જીવનના જંગમાં ... મારે તારો આધાર
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer