શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સાંભળી મારો પોકાર
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

સાંભળી મારો પોકાર પ્રેમ કરી આવજો
પ્રેમ કરી આવજો, વિલંબ તજી આવજો ... સાંભળી

દુઃખદર્દ ટાળજો ને ક્લેશ બધા કાપજો;
અંધારા અંતરનું આંગણ અજવાળજો;
સુરતાનો સાંપડતાં તાર, પ્રેમ કરી આવજો ... સાંભળી

પ્રાર્થનાનો ઉત્તર તત્કાળ તમે આપજો,
સ્તુતિ મારી સાંભળીને ભાવ ઘણો માપજો,
મોટી મોટી ભરી ભરી ફાળ, પ્રેમ કરી આવજો ... સાંભળી

મારે માટે તમારી બાજી બધી હારજો,
માની તમારો મને સર્વપણે તારજો;
આપજો અહર્નિશ આધાર, પ્રેમ કરી આવજો ... સાંભળી
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer