શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

એવા ગુરૂને પદે
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

એવા ગુરૂને પદે મારી પ્રીતિ હજો!
કુણાં કાળજાની કોરે એનું આસન થજો! ... એવા ગુરૂને પદે

જે છે પરબ્રહ્મના જ સ્વરૂપ સમા,
વ્યાપ્યા વ્યોમ-ધરા, આખા બ્રહ્માંડમાં;
એવા ગુરૂને પદે મારી પ્રીતિ હજો
કુણાં કાળજાની કોરે એનું આસન થજો ... એવા ગુરૂને પદે

એને માત કહું, એને તાત ગણું?
સ્નેહી, મિત્ર, સખા કહું, ધન કે ઘણું?
એનાં ગુણને સદા મારી ભાષા ભજો!
કુણાં કાળજાની કોરે એનું આસન થજો ... એવા ગુરૂને પદે

એણે સાચી સહાય છે મુજને કરી,
શીળી છાંયડી રણનાં પ્રવાસે ધરી;
એની કૃપા પામી મન મારું શાંતિ સજો !
કુણાં કાળજાની કોરે એનું આસન થજો ... એવા ગુરૂને પદે
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer