શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સર્વસમર્થ તમે છો
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

સર્વસમર્થ તમે છો અમને ચિંતા શાની હોય,
ક્લેશ કષ્ટ કે પરિતાપ રહે કેમ વિપત્તિ કોય?
મુંઝાવાનું હોય અમારે ભૂલેચૂકે કેમ?
શાંતિ સોડમાં સદા તમારી, કરો અમારું ક્ષેમ...સર્વસમર્થ તમે છો

કૃપા તમારી વરસે એથી નથી અન્ય કો' લાભ,
સદા સલામત નાવ અમારૂં પડે ભલે ને આભ.
સર્વસમર્થ તમે છો અમને ચિંતા શાની હોય,
નિરાશા વળી વેદના શાને પ્રેમ તમારો તોય?...સર્વસમર્થ તમે છો

ગુરૂ તમે છો માતપિતા ને જીવનના રખવાળ,
અમીનજર જો હોય તમારી કંપી જાયે કાળ;
'પાગલ' પ્રાર્થે એથી આજે આશિર્વાદ ધરો,
સર્વસમર્થ તમે છો એવી ઉક્તિ સત્ય કરો...સર્વસમર્થ તમે છો
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer