શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

દિવ્ય કૃપાને ઢાળો
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

દિવ્ય કૃપાને ઢાળો, દયામય, દિવ્ય કૃપાને ઢાળો

માર્ગ ભર્યો અંધારે મારો,
અમૃતથી અજવાળો;
કંટકકંકર દૂર કરી દો,
નૌકા મારી તારો ... દયામય, દિવ્ય કૃપાને ઢાળો

રોજ પ્રભાતે કરું પ્રતિક્ષા,
વચન તમારું પાળો;
દીન પર દયા લાવો આજે,
મરતાને ના મારો ... દયામય, દિવ્ય કૃપાને ઢાળો

'પાગલ' અંતર તલસે તેને
શીતળ સ્પર્શે ઠારો;
આધાર તમારો છે એકલ,
પોકાર સુણો મારો ... દયામય, દિવ્ય કૃપાને ઢાળો
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer