શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્રધ્ધા ઘણી રાખી રહ્યો છું હું
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

શ્રધ્ધા ઘણી રાખી રહ્યો છું હું,
હવે તમે વાર કરો છો શું? ... શ્રધ્ધા ઘણી

સર્વસમર્થ તમોને માની
ધ્યાન ધરી રહ્યો હું;
જે ધારો તે સર્વ કરી શકો,
આશા મરી ના હજુ ... શ્રધ્ધા ઘણી

નાવડું ડગમગ ડોલે છે મારું,
ગરજે છે આભ ઘણું;
ઉઠે ઉત્તુંગ તરંગ ચોપાસ,
તોયે ના દુઃખ ગણું ... શ્રધ્ધા ઘણી

લાંબો પ્રવાસ ને સાથ ના કોઈ,
હિંમતે આગે બઢું;
રાતના પડછાયા પડતાં છતાંયે
શોકથી ના જ રડું ... શ્રધ્ધા ઘણી

આધાર એક તમારો છે મારે,
આવોને વ્હારે હજુ;
'પાગલ' પ્રેમને નાતે કરી છે
અરજી મેં આજ રજુ ... શ્રધ્ધા ઘણી
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer