શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

યાદ તમારા વિના
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

યાદ તમારા વિના કરું શું?
શું યાદ તમારા વિના કરું હું?

ઊઠી પ્રભાતે પ્રથમ તમારા
ચરણોમાં પ્રણિપાત કરું છું;
શ્રધ્ધાના બે શબ્દ સુણાવી
પ્રેમતણાં બે પુષ્પ ધરું છું ... યાદ તમારા વિના કરું શું?

તમે જ મારાં સ્વજન હિતેચ્છુ,
માતપિતા ને ગુરૂ ગણું છું;
પાલક તારક ને ઉધ્ધારક,
ક્લેશ તમારાથકી હણું છું ... યાદ તમારા વિના કરું શું?

તમારાસમું કો' સંસારે,
તમને સ્વામી શ્રેષ્ઠ ગણું છું;
તન મન એક તમારા ભાવે
સત્ય કહું દિનરાત વણું છું ... યાદ તમારા વિના કરું શું?

'પાગલ'ના પ્રભુ કૃપાળુ છો તો
સ્તવન કરીને શાંતિ લહું છું;
જો જો ભૂલ ન થાય જરીયે
વંચિત કૃપાથકી ના રહું હું ... યાદ તમારા વિના કરું શું?
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer